
Mari Bariethi-26 Manni Aa Par Pele Par
Résumé
શરીરમાં જે સ્થાન આંખનું છે એ સ્થાન ઘરમાં બારીનું છે. કહેવું હોય તો એમ કહેવાય કે બારી એ ઘરની આંખ છે. આપણે તો સલામતીથી જીવવામાં માનનારા માનવીઓ; એટલે તો ઘરની ચાર દીવાલો ચણી લીધી. પણ ચાર દીવાલમાં ગૂંગળાઈ રહેવું કેમ… પોસાય? આપણે એથી બારીઓ મૂકી. પ્રતીક્ષાના પર્યાય જેવા ઝરૂખાઓ સજાવ્યા, ગૌરવ આપે એવા ગવાક્ષો રખાવ્યા. ઘરની અને બહારની દુનિયા વચ્ચેના સેતુનું કામ બારી જ કરે છે. Essays by Suresh Dalal on various subjects, originally published in a popular series: Mari Bariethi in Janmabhoomi Pravasi