Service Alert
CD service concludes July 31, 2025
Users have until the end of day July 15th to place requests for CDs. CELA will cease production and mailing CDs effective Thursday, July 31.
Users have until the end of day July 15th to place requests for CDs. CELA will cease production and mailing CDs effective Thursday, July 31.
Showing 1 - 11 of 11 items
By Dada Bhagwan. 2016
જિંદગી માત્ર જીવતા રહેવાથી કંઇક વિશેષ છે. જિંદગીમાં જીવતા રહેવાથી વિશેષ કંઇક હોવું જ જોઈએ. જિંદગીનો કોઈક ઉચ્ચ હેતુ હોવો…
જ જોઈએ. જિંદગીનો હેતુ “ હું કોણ છું ? “ ના ખરા જવાબ સુધી પહોંચવાનો છે. અનંત જન્મોનો આ વણઉકેલ્યો પ્રશ્ન છે. “ હું કોણ છું ?“ ની શોધની ખૂટતી કડીઓ હવે જ્ઞાની પુરુષની વાણી દ્વારા શબ્દોથી મળે છે. આ શબ્દોનું (વાણીનું) સંકલન સમજણના હેતુ માટે કરવામાં આવ્યું છે. હું કોણ છું? હું શું નથી? પોતે કોણ છે? મારું શું છે? શું મારું નથી? બંધન શું છે? મોક્ષ (મુક્તિ) શું છે? ભગવાન છે? ભગવાન શું છે? જગતમાં કર્તા કોણ છે? ભગવાન કર્તા છે કે નહિ? ભગવાન નું ખરું સ્વરૂપ શું છે? આ જગતમાં કર્તાનું ખરું સ્વરૂપ શું છે? જગત કોણ ચલાવે છે? કેવી રીતે ચાલે છે? ભ્રાંતિ નું ખરું સ્વરૂપ શું છે? જે કંઈ પણ પોતે જાણે છે તે સત્ય છે કે ભ્રમ છે? પોતાના જાણેલા જ્ઞાનથી પોતે મુક્ત થશે કે બંધાયેલો રહેશે? આ સવાલોની પાછળના સત્યની આ પુસ્તક સચોટ સમજણ આપે છે.By Dada Bhagwan. 2016
મોક્ષમાર્ગ એટલે મુકિતનો માર્ગ, સંસારી બંધનોથી મુક્ત થવાનો માર્ગ. પરંતુ આ માર્ગમાં આપણને આત્યંતિક મુકિત થવામાં, મોક્ષે જતાં કોણ રોકે…
છે? મુકિતનાં સાધન માનીને સાધક જે જે કરે છે, એનાથી એને મુક્તિ અનુભવમાં આવતી નથી. કેટ કેટલાં સાધન કર્યા પછી પણ એનું બંધન તૂટતું નથી. એમાં કઈ ભૂલ રહી જાય છે? મોક્ષ માર્ગનાં બાધક-કારણો કયા ક્યા છે? જગતમાં લોકો જે દોષોથી બંધાયેલા છે એવા દોષો, તેમની દ્રષ્ટિમાં આવી શક્તા નથી. તેથી લોકો નિરંતર એવા પ્રકારના દોષોથી બંધાઈને, તે દોષોને પોષણ આપીને મોક્ષમાર્ગથી વિમુખ જ રહ્યા છે. પૂર્વેના જ્ઞાનીઓ કહી ગયા છે કે ક્રોધ-માન-માયા-લોભ, એનાથી બંધન છે. એ દોષો સંપૂર્ણપણે ખલાસ થયે મુકિત થાય. બધા દોષો ક્રોધ-માન-માયા-લોભમાં સમાય છે, પણ વ્યવહારમાં દોષો કેવા સ્વરૂપે ઉધાડા પડતા હોય છે, અને કેવા સ્વરૂપે થયા કરતા હોય છે? એ તો, જ્ઞાની પુરુષ ફોડ પાડે ત્યારે જ સમજાય. પ્રસ્તુત ગ્રંથમાં પ્રગટ જ્ઞાનાત્મસ્વરૂપ સંપૂજ્ય દાદાશ્રીની વાણીમાંથી પ્રગટ થયેલા મોક્ષમાર્ગના બાધક કારણોની સુંદર તલસ્પર્શી હૃદયભેદી છણાવટ મોક્ષમાર્ગીઓની સમક્ષ થઈ છે તે અત્રે સંકલિત થાય છે, જે સાધકને પ્રત્યેક પગથિયે પડવામાંથી ઉગારનારું નીવડશે.By Dada Bhagwan. 2016
પ્રસ્તુત ગ્રંથમાં પ્રગટ પ્રત્યક્ષ અક્રમવિજ્ઞાનનાં જ્ઞાની પુરુષ કે જેઓ પરમ પૂજ્ય દાદાશ્રી તરીકે ઓળખાય છે તેમનાં સ્વમુખેથી વહેલું આત્મતત્વ, તેમ…
જ અન્ય તત્વો સંબંધી વાસ્તવિક દર્શન ખુલ્લું થાય છે. લોકોને ઘણાં પ્રશ્નો સતાવે છે જેવા કે, ‘હું કોણ છું?, જાણવું કઈ રીતે?’ ‘પોતાના સ્વરૂપની ઓળખાણ કેવી રીતે મેળવી શકું?’, ‘ આત્મ સાક્ષાત્કાર કઈ રીતે પામવો?’ જન્મ-મરણ શું છે? કર્મ શું છે? આત્માના અસ્તિત્વની આશંકાથી માંડીને આત્મા શું હશે, કેવો હશે? શું કરતો હશે? જેવા સેંકડો પ્રશ્નોનાં વૈજ્ઞાનિક સમાધાન પરમ પૂજ્ય દાદાશ્રીએ અત્રે અગોપ્યાં છે. તમામ શાસ્ત્રોનો, સાધકોનો, સાધનાઓનો સાર એક જ છે કે પોતાના આત્માનું ભાન, જ્ઞાન કરી લેવું. ‘મૂળ આત્મા’, તો શુધ્ધ જ છે માત્ર ‘પોતાને’ જે રોંગ ‘બિલિફ’ બેસી ગઈ છે તે પ્રગટ ‘જ્ઞાની પુરુષ’ પાસે આંટી ઊકલી જાય છે. જે કોટી ભવે ન થાય તે ‘જ્ઞાની’ પાસેથી અંતઃમુહૂર્તમાં પ્રાપ્ત થાય તેમ છે ! આખા ગ્રંથનું સંકલન બે વિભાગમાં વિભાજિત થાય છે. પૂર્વાર્ધમાં પરમ પૂજ્ય દાદાશ્રીએ આત્માનું સ્વરૂપ, જ્યારે ઉત્તરાર્ધમાં આત્મ સાક્ષાત્કાર કઈ રીતે પામવો, તે મોક્ષમાર્ગ ખુલ્લો કર્યો છેપ્રસ્તુત સંકલન આત્મા અને મુકિતનાં શોધક મુમુક્ષુઓ માટે આત્માસંબંધી વાસ્તવિક સમજણ આપીને મોક્ષમાર્ગ ના દરવાજા ખુલ્લાં કરે છે.By Dada Bhagwan. 2016
પ્રસ્તુત આપ્તવાણી શ્રેણી ૧૦ માં પરમ પૂજ્ય દાદાશ્રીનાં અંતઃકરણના – મન-બુધ્ધિ-ચિત્ત-અહંકાર ચારેય ભાગનું વિવરણ અને ગુણધર્મ સંબંધી સત્સંગનો સમાવેશ થાય…
છે. તે શેનું બનેલું છે? તેની ઉત્ક્રાંતિ(ડેવલપમેન્ટ) કેવી રીતે થાય છે? જાનવરોમાં, દેવગતિમાં, મનુષ્યોમાં તેમજ નાના બાળકમાં, નાના જીવોમાં અંતઃકરણનું સ્વરૂપ શું છે, કેવું છે તે સમગ્ર ફોડ જીજ્ઞાસુ-મુમુક્ષુઓને જ્ઞાનવાણી દ્વારા સાંપડે છે. અજ્ઞાન દશામાં અંતઃકરણમાં તાદાત્મ્યપણું વર્તે છે, જ્યારે આત્મસાક્ષાત્કાર પછી અંતઃકરણથી, અને એની પ્રત્યેક અવસ્થા થી મુક્ત દશા માં રહી શકાય છે. આપ્તવાણી શ્રેણી ૧૦ ઉત્તરાર્ધમાં પરમ પૂજ્ય દાદાશ્રી બુધ્ધિ, સૂઝ અને અહંકાર, તેમના સ્વભાવ અને કાર્યો વિષેનું વિજ્ઞાન ખુલ્લું કરે છે. ઘણીવાર આપણે અનુભવીએ છીએ કે આપણી બુધ્ધિ કેટલાંક નિર્ણયો લેવામાં ટેકો આપવાનાં બદલે ડખોડખલ કરે છે. આપણું ચિત્ત આપણી સ્થિરતા ડગાવે છે અથવા આપણે જોઈતી હોય તે વસ્તુઓને દેખાડે છે. આપણું ચિત્ત વ્યકિતઓનાં/સ્થળોનાં માનસિક ફોટોગ્રાફ પાડે છે. આપણો અહંકાર આત્માનુભવ અટકાવે છે અને તે માન અને કીર્તિ માટે ઝંખે છે. પોઝીટીવ કે નેગેટીવ અહંકાર, બંને કામ કરતા હોઈ શકે. પરમ પૂજ્ય દાદાશ્રીએ બુધ્ધિ-ચિત્ત-અહંકારના કાર્યોનું વિજ્ઞાન અને આ વિજ્ઞાનની સમજ કેટલી જરૂરી છે તે ખુલ્લું કર્યું છે; જેથી આ અંતઃકરણથી છૂટા રહી શકાય અને તેનાં પરિણામે આત્મા મુકિત પ્રાપ્ત કરી શકે.By Dada Bhagwan. 2016
પ્રસ્તુત આપ્તવાણી શ્રેણી ૧૦ માં પરમ પૂજ્ય દાદાશ્રીનાં અંતઃકરણના – મન-બુધ્ધિ-ચિત્ત-અહંકાર ચારેય ભાગનું વિવરણ અને ગુણધર્મ સંબંધી સત્સંગનો સમાવેશ થાય…
છે. તે શેનું બનેલું છે? તેની ઉત્ક્રાંતિ(ડેવલપમેન્ટ) કેવી રીતે થાય છે? જાનવરોમાં, દેવગતિમાં, મનુષ્યોમાં તેમજ નાના બાળકમાં, નાના જીવોમાં અંતઃકરણનું સ્વરૂપ શું છે, કેવું છે તે સમગ્ર ફોડ જીજ્ઞાસુ-મુમુક્ષુઓને જ્ઞાનવાણી દ્વારા સાંપડે છે. અજ્ઞાન દશામાં અંતઃકરણમાં તાદાત્મ્યપણું વર્તે છે, જ્યારે જ્ઞાન પછી (આત્મસાક્ષાતકાર પછી) અંતઃકરણથી અને એની પ્રત્યેક અવસ્થા થી મુક્ત દશામાં રહી શકાય છે. આપ્તવાણી શ્રેણી ૧૦ પૂર્વાર્ધમાં પરમ પૂજ્ય દાદાશ્રીએ મન ના કાર્યો અને સ્વભાવનાં વિવરણ સ્વરૂપે ફોડ પાડેલ છે. આપણા મનમાં ઉભા થતાં અસંખ્ય વિચારોનું કારણ શું છે? જ્યારે આપણે વિચારોને કંટ્રોલ કરવા જઈએ છીએ ત્યારે શું થાય છે? આપણે ઘણીવાર અનુભવીએ છીએ કે જાતજાતનાં વિચારો આપણને હેરાન કરે છે અથવા આડાઅવળા વિચારો ઉત્પન્ન થાય છે. પરમ પૂજ્ય દાદાશ્રીએ જે વિજ્ઞાન ના પાયા પર મન કાર્ય મનથી જુદાપણું રહે જેના પરિણામે આત્મા મુકિત પ્રાપ્ત કરી શકે.By Dada Bhagwan. 2016
સ્વરૂપ જ્ઞાનની પ્ર્રાપ્તિ પછી પોતે ‘શુધ્ધાત્મા’ પદમાં આવી જાય છે. પોતે કર્તા નથી પણ સ્વરૂપ કેવળ જ્ઞાતા-દ્રષ્ટા ને પરમાનંદી છે.…
અહીં એ પ્રશ્ન ઊભો થાય છે કે, તો પછી જગત કોણ ચલાવે છે? જ્ઞાની પુરુષ પરમ પૂજ્ય દાદાશ્રીની શોધખોળ મુજબ હમેંશા ‘વ્યવસ્થિત શક્તિ’નાં આધીન જગત ચાલે છે માટે જગત હમેંશા “વ્યવસ્થિત” જ રહેલું છે. વ્યવસ્થિત શક્તિ એટલે સાયન્ટિફિક સરકમસ્ટેન્શિયલ એવિડન્સ, કેટલા બધાં સંયોગો ભેગા થઈને પછી જે આવે તે પરિણામ. વ્યવસ્થિતનું જ્ઞાન આપણને ભયમુક્ત રાખે છે. ચિંતા, ઉપાધિ, ટેન્શન રહિત બનાવે છે ! પ્રસ્તુત ગ્રંથમાં પરમ પૂજ્ય દાદાશ્રી વ્યવસ્થિત શકિતનાં સિધ્ધાંત ને વિગતવાર સમજાવે છે. ‘મેં કર્યું’ એવું થયું કે કર્તા થયા. કર્તા થાય તેની જોખમદારી ઊભી થાય. ‘આ મેં કર્યું’ એમ થયું કે કર્મને પોતે આધાર આપ્યો એટલે કર્મ બંધાય. જો કે આત્મજ્ઞાન પછી આવા વિચાર જતાં રહે છે કારણકે પોતાને અનુભવ થાય છે કોઈ સ્વતંત્ર કર્તા નથી. જેવી રીતે તમે સ્વતંત્ર કર્તા નથી તેમ બીજી વ્યકિત પણ સ્વતંત્ર કર્તા નથી. તેથી સામી વ્યક્તિ સાથે રાગ-દ્વેષ ના થાય. વ્યવસ્થિતનું જ્ઞાન આપણને રોજબરોજનાં જીવનમાં મદદ કરી શકે તેવું છે, આપણને વર્તમાનમાં રાખે અને ભૂત કે ભવિષ્યના ગુંચવાડામાં અટવાઈ ના જવાય. પરંતુ વર્તમાનમાં આપણી કામ કરવાની એફિસિયન્સી(શક્તિ) વધારે છે. જોકે પરમ પૂજ્ય દાદાશ્રી વ્યવસ્થિત શક્તિનાં જ્ઞાનનાં દુરૂપયોગ સામે ચેતવે છે કે જ્યાં કોઈ હેતુપૂર્વક કશુંક અવળું કરે અને પછી વ્યવસ્થિત શકિત પર આરોપ મૂકે. સાચી સમજણ અને વ્યવસ્થિત શકિતનાં જ્ઞાનનાં વ્યવહારુ ઉપયોગથી જીવનમાં શાંતિ અને સમતા આવશે. જે આપણને આત્યંતિક કલ્યાણ તરફ દોરી જશે.By Dada Bhagwan. 2016
આ આપ્તવાણીમાં આત્માના સ્વરૂપ વિશે સૈદ્ધાંતિક વાતોને સંકલન કરવાનો પ્રયાસ થયો છે. જેમાં કેવળજ્ઞાન સ્વરૂપ, ચૈતન્યઘન સ્વરૂપ, વિજ્ઞાન સ્વરૂપ, સચ્ચિદાનંદ…
સ્વરૂપ, પ્રકાશ સ્વરૂપ, અવ્યાબાધ સ્વરૂપ, ટંકોત્કીર્ણ, અરીસા જેવો, અનંત પ્રદેશી, અરૂપી-અમૂર્ત, સૂક્ષ્મતમ, સિદ્ધ ભગવાન, મોક્ષ આદિ અનેક ફોડ પાડ્યા છે.પરમ પૂજ્ય દાદાશ્રીએ સત્સંગમાં પ્રદાન કરેલી આવી વિવિધ સમજને યથાયોગ્ય સંકલન કરી આ પુસ્તકમાં પ્રકાશન કરવામાં આવેલ છે. જે મૂળ અવર્ણનીય,અવક્તવ્ય,નિઃશબ્દ એવા આત્મસ્વરૂપની સમાજ પામવા સહાયરૂપ બનશે.By Dada Bhagwan. 2016
‘જ્ઞાની પુરુષ’ શ્રેણીના આ ચોથા ગ્રંથમાં, પરમ પૂજ્ય દાદાશ્રીના જ્ઞાન પૂર્વેના વિવિધ જીવનપ્રસંગો આવરી લીધા છે. પરમ પૂજ્ય દાદાશ્રીના જીવનપ્રસંગો…
થકી એમના દરેક વ્યવહાર પાછળની આગવી સમજણ, એમની પ્રકૃતિના વિવિધ પાસાઓ તથા તેઓશ્રીનું ઉચ્ચ ઉપાદાન અહીં ખુલ્લું થાય. પરમ પૂજ્ય દાદાશ્રીનો નાનપણથી જ અપકાર કરનાર પરેય ઉપકાર કરવાનો સ્વભાવ, કોઈ દુઃખીને જોઈ જ ન શકે, એને હેલ્પ કરવા સર્વસ્વ હોડમાં મૂકી દે એવા હૃદયમાર્ગી! વળી શૌર્યતા, નીડરતા જેવા ગુણોને લીધે અતિમુશ્કેલ પરિસ્થિતિમાં પાછા ન પડે ને ઉકેલ લાવી નાખતા. ઘણા પ્રસંગોમાં અહંકાર અને માનના સૂક્ષ્મ પર્યાયોનું જે રીતે તેઓશ્રી વર્ણન કરે છે, તે જોતા જ્ઞાન થતા પૂર્વેનું એમનું ઊંચું ડેવલપમેન્ટ સ્પષ્ટ દેખાઈ આવે છે. નવીનતમ બોધકળાઓ, એમની વ્યવહારુકતા, વિપુલમતિ, અસામાન્ય કોઠાસૂઝ, વિચક્ષણ સમયસૂચકતા, બે વ્યક્તિ વચ્ચે વેલ્ડિંગ કરવાની અનોખી કળા ઈત્યાદિ વિશિષ્ટતાઓ રસપ્રદ પ્રસંગો દ્વારા અત્રે જાણવા મળે છે.By Dada Bhagwan. 2016
પ્રસ્તુત ગ્રંથ જ્ઞાની પુરુષ ભાગ-૨ માં પરમ પૂજ્ય દાદા ભગવાનના હીરાબા સાથેના લગ્ન જીવન દરમિયાન એમની અદભુત વીતરાગ દશા સાથે…
આદર્શ વ્યવહારનો સંપૂર્ણ ચિતાર મળે છે. પરમ પૂજ્ય દાદાશ્રીને હીરાબાનો સંયોગ થયો ત્યારથી લઈને હીરાબાનો વિયોગ થયો ત્યાં સુધીના એમના ગૃહસ્થ જીવનની વાતોનું પરમ પૂજ્ય દાદાશ્રીના જ શબ્દોમાં પ્રસ્તુત ગ્રંથમાં સંકલન થયું છે. જેમાં આપણને એમનો આદર્શ વ્યવહાર, દરેક વ્યવહારમાં પોઝિટિવ દ્રષ્ટિ, એમની એડજસ્ટમેન્ટ લેવા નીકળાઓ, બોધ કળાઓ તેમજ એમની નિર્મોહી, મમતારહિત, દુઃખના પ્રસંગોમાં ભોગવટારહિત દશા અને છેવટની વીતરાગ દશા જાણવાને માણવા મળશે.એમની એક ફેર ભૂલ થયા બાદ એ પ્રસંગનું તારણ કાઢી ફરીએ ભૂલોમાંથી કાયમ માટે બહાર નીકળી જવાની દ્રષ્ટિ તેમજ સામાને સોટકા નિર્દોષ જ જોઈ અને પોતાના દોષો ખોળી કાઢી તેમાંથી મુક્ત થવાની એમની તમન્ના ખુલ્લી કરે છે. સમજણના સાંધા વડે મતભેદોથી મુક્ત થતા થતા હીરાબા સાથે સંપૂર્ણ મતભેદ વગરનું જીવન જીવ્યા, જેની આખી સફર આપણને અત્રે જાણવા મળશે. આ કાળના લોકોનું મહાન પુણ્ય જ ગણાય કે જ્ઞાનીપુરુષ નું ગૃહસ્થ જીવન જોવા મળ્યું.સઘળા એડજસ્ટમેન્ટ સાથે વ્યવહારમાં આદર્શપણાની ઉણપ કોઈ ખૂણે જણાતી નથી. પ્રસ્તુત ગ્રંથનું અધ્યયન આપણા વ્યવહારને આદર્શ બનાવી વિના અડચણે મોક્ષમાર્ગ પૂરો કરવામાં સહાયભૂત બની રહે એ જ અંતરની પ્રાર્થના.By Dada Bhagwan. 2016
પ્રત્યેક કાળચક્રમાં ઘણા જ્ઞાનીઓતથા મહાન પુરુષો જન્મ લે છે. પરંતુ તેઓની આંતરિક જ્ઞાન દશાનું રહસ્ય હજુ અક્બંધ રહી જાય છે.…
પ્રસ્તુત ગ્રંથ “જ્ઞાની પુરુષ” માં પરમ પૂજ્ય દાદા ભગવાનના જ્ઞાન દશા પૂર્વેના વિવિધ પ્રસંગો તથા તેમના વિચક્ષણ જીવનશૈલી સમા અદ્ભુત દ્રશ્યોનુંતાદ્રશ્ય અહીં વિગતવાર જાણવા મળે છે. એક સામાન્ય માનવી હોવા છતા એમની મહીંસમાયેલી અસામાન્ય લાક્ષણિકતાઓ રૂપી ખજાનો છતો થાય છે. તેમના જીવનના માત્ર એક પ્રસંગમાંથી અદ્ભૂત અધ્યાત્મિક ફોડનું વિશ્વ દર્શન પ્રસ્તુત ગ્રંથ દ્વારા કરાવ્યું છે. જીવન વ્યવહારમાં સચોટ નિર્ણયશક્તિની સૂઝ તથા વ્યવહારીક સમજણની અટકણોના ફોડરૂપીઅનોખી સૂઝનો ભંડાર“જ્ઞાની પુરુષ” ગ્રંથ દ્વારાજગતને પ્રાપ્ત થશે. આ પવિત્ર ગ્રંથનું અધ્યયન કરી જ્ઞાની પુરુષના જીવન-દર્શનની અદ્ભૂત સફર કરવાની અમૂલ્ય તક ઝીલી લઈએ.By Dada Bhagwan. 2016
જ્ઞાની પુરુષ ‘દાદા ભગવાન’ ભાગ-૫, આ ગ્રંથમાં દાદાશ્રીના જ્ઞાન પૂર્વેના વિવિધ પ્રસંગો આવરી લેવામાં આવ્યા છે. જે વાંચ્યા બાદ મુખ્યત્વે…
દાદાશ્રીને જ્ઞાન થયું તે પહેલા એમની અહંકારની વધતી જતી બળતરા, જાગૃત દશાના કારણે એ અહંકારની કૈડ સહન ન થવાની સ્થિતિ તેમજ સંસારમાં ચોગરદમ વધતી જતી વૈરાગ્ય દશા, ને જ્ઞાનદશા તરફ વધારે ને વધારે ઢળતી જતી આંતરિક દશાની ઝાંખી સ્પષ્ટપણે જોવા મળે છે. આ ગ્રંથમાં દાદાશ્રીના જ્ઞાન પૂર્વેના ઘણા પ્રસંગો સામાન્ય માણસના જીવનમાં બનતા હોય એવા જ છે, જેમાં એમનાથી પણ એવી જ ભૂલો થઈ હોય. પણ વિશેષતા એ છે કે એકવાર ભૂલ સમજાયા પછી એના પર અસ્ખલિત તેમજ અસામાન્ય વિચારધારા, મનોમંથન, સંશોધન અને તારણો આ બધું જ એમનામાં જ્ઞાની પુરુષના લક્ષણોની ઝાંખી કરાવી જાય છે. દાદાશ્રીને ધંધાની બહુ પડેલી નહીં, પણ તેઓ મોક્ષમાર્ગના પાકા વેપારી હતા. પોતાને ભેગા થતા દરેક સંજોગોનું ચોગરદમથી એનાલિસીસ કરી (તારણ કાઢી), એમાંથી કુદરતના ગૂઢ સિદ્ધાંતો શોધી કાઢવાનો શોખ પણ એમને નાનપણથી જ હતો. ટી.વી., રેડિયો, એર કંડિશન, ઘડિયાળ જેવી અનેક વસ્તુઓ કે જેને જગતે મોજશોખ અને સુખના સાધનો ગણ્યા છે, એમાંની એકેય વસ્તુ એમણે વસાવી નથી. ‘જીવ શી રીતે બંધાય છે? છૂટાય શી રીતે ? આ જગત કયા આધારે ચાલે છે ?’ વગેરેની નિરંતર વિચારધારા ચાલુ જ રહેતી. કલાકોના કલાકો આત્મા સંબંધી વિક્ષેપ રહિત વિચારધારા ચાલે. ભગવાને એને ‘જ્ઞાનાંક્ષેપકવંત દશા’ કહી છે. બહુ ઊંચી દશા કહેવાય આ ! જેના પરિણામ સ્વરૂપે આ આત્મજ્ઞાન પ્રગટ થયું. આ ગ્રંથનો અત્યંત વિનયપૂર્વક અભ્યાસ કરી અતુલ્ય એવા જ્ઞાની પુરુષને ઓળખીએ અને એમની સમ્યક્ સમજણને જીવનમાં ઉતારી જ્ઞાનશ્રેણીઓ ચઢીએ એ જ હૃદયની ભાવના !