Title search results
Showing 441 - 460 of 786 items
Aptavani Part 13 Purvardh: આપ્તવાણી શ્રેણી - ૧૩ (પૂર્વાર્ધ)
By Dada Bhagwan. 2016
બધા જ શાસ્ત્રો, બધા જ આધ્યાત્મિક સત્સંગો અને આધ્યાત્મિક ક્રિયાઓનો એક જ અને સમાન સાર છે અને તે ‘આત્માનું જ્ઞાન…
અને જાગૃતિ’ પ્રાપ્ત કરવી તે છે. ‘પોતે’ શુધ્ધ છે, પરંતુ પોતાને ‘હું કોણ છું?’ તેની રોંગ બિલિફ છે. ‘હું ચંદુલાલ છું’ ની આ રોંગ બિલિફે પ્રકૃતિને ઊભી કરી છે. આ જગતમાં માત્ર બે જ વસ્તુ છે, જડ અને ચેતન. બંને અનાદિથી સર્વથા ભિન્ન અને તદ્નક નિરાળા છે, પરંતુ બંને તત્વોના ભેગા થવાથી વિશેષભાવ “હું ચંદુલાલ છું” ઊભો થાય છે જે આત્મજ્ઞાનનાં મૂળભૂત સિધ્ધાંતને “હું શુધ્ધાત્મા છું” ને અસંગત છે. પ્રસ્તુત પુસ્તકમાં અક્રમવિજ્ઞાનનાં જ્ઞાની પુરુષની વાણી પ્રકાશિત થયેલ છે જેઓ વિશ્વમાં પરમ પૂજ્ય દાદાશ્રી તરીકે જાણીતા છે. તેમણે પ્રકૃતિનાં રૂટ કોઝની, પ્રકૃતિને કઈ રીતે ‘પોતા’થી (આત્માથી) જુદી રાખવી, અને કઈ રીતે પ્રકૃતિને માત્ર ‘જોયા’ કરવાની તેની વિગતવાર સમજણ આપી છે. પ્રસ્તુત ગ્રંથના પૂર્વાધમાં આઠેય પ્રકારનાં કર્મોને વિગતવાર સમજાવ્યા છે. આ પુસ્તક પ્રકૃતિ અને કર્મોનું વિજ્ઞાન(સાયન્સ) બાબતમાં જાગૃત કરનાર છે.Die Regime: Boek Twee van Kendra se Reis (Kendra se Reis #2)
By Eileen Sheehan. 2018
KAN LIEFDE VAN OORLEEF IN 'N WORRELD VAN ZOMBIES EN VREEMDES! In 'n distopiese wêreld wat sukkel om van 'n…
kernoorlog te herstel en wat deur vreemdelinge oorheers en regeer, slaag Kendra daarin om liefde, vrede en harmonie te vind. Ongelukkig word haar huishoudelike geluk verbrysel as sy en haar man deur die uitheemse regime gevang word en in die teelprogram geplaas word. Met die hulp en opoffering van haar sagte opsigter slaag hulle daarin om te ontsnap. Hulle liggame is gratis, maar wat van hul gedagtes? Het daar te veel vir hulle gebeur om na mekaar terug te kom? Om hulself tot die verhaal toe te voeg, word hul seun na die binneland van Senter Land geneem en in die kinderprogram geplaas. Nou moet hulle 'n manier vind om hom terug te kry! "Die Regime" is boek twee van Kendra se Reis in 'n wêreld wat stomende romanse, spyker byt gevaar, opwinding, 'n bietjie verskrikking en 'n paradysagtige heiligdom in sy kern bied. Al wat sy hoef te doen is om daarheen te kom. Dit is wat 'n leser moet sê: "Hierdie boek het my heeltemal ingesuig soos die eerste! Kendra is so 'n sterk vrou wat ek liefhet vir haar. Ek het my bedenkinge oor Ari gehad, maar na alles in hierdie boek was sy eg. Hierdie boek het geantwoord 'n paar vrae, maar het ook meer laat ontstaan waarop ek nie kan wag om die antwoorde in die volgende boek te vind nie.”Aptavani-14 Part-4: આપ્તવાણી શ્રેણી-૧૪ ભાગ-૪
By Dada Bhagwan. 2016
આ આપ્તવાણીમાં પરમ પૂજ્ય દાદાશ્રીએ અનુભવેલા આત્માના ગુણધર્મો અને સ્વભાવનું વર્ણન છે. થિયરેટિકલ અને એટલું જ પ્રેક્ટિકલ રીતે, એ ગુણને…
ઉપયોગમાં પોતે કેવી રીતે લઈ શક્યા, એમને એ વર્ત્યું છે અને આપણને પણ એને ઉપયોગમાં લઈ આત્મામાં આવી જવાની અદભુત સમજ આપી શક્યા. અને એ ગુણ ઉપયોગમાં લઈ સંસારી પરિસ્થિતિઓમાં વીતરાગતા કેવી રીતે રાખી શકાય, તેવી વાતો સિદ્ધ સ્તુતિના ચેપ્ટરમાં આપણને પ્રાપ્ત થાય છે તથા લૌકિક માન્યતાઓ સામે વાસ્તવિકતા શું છે ? તેમ જ માન્યતાઓની વિવિધ દશાઓમાં આ ગુણ-સ્વભાવ કેવી રીતે ઉપયોગમાં લેવાય ? જ્ઞાની પુરુષને આવા ગુણ-સ્વભાવ કેવી રીતે યથાર્થપણે વર્તે છે ? અને એથી આગળ તીર્થંકર સાહેબોને સર્વોચ્ચ દશામાં કેવું વર્તતું હશે ? એ બધી વાતો દાદા શ્રીમુખે નીકળી છે, તે સર્વ અત્રે સમાવિષ્ટ થઈ છે.Aptavani-14 Part-2: આપ્તવાણી શ્રેણી-૧૪ ભાગ-૨
By Dada Bhagwan. 2016
પ્રસ્તુત પુસ્તકમાં આત્માનાં ગુણોધર્મોને અગોપિત કરવામાં આવ્યા છે અને એ કારણોની પણ ઓળખાણ પાડવામાં આવી છે કે જેનાં કારણે આપણે…
આત્માનુભવ કરવામાં અસમર્થ છીએ. પુસ્તક બે ભાગમાં વિભાજીત કરવામાં આવ્યું છે. આ બીજા ભાગમાં છ અવિનાશી તત્વોનું (આત્મા, જડ, ગતિસહાયક, સ્થિતિસહાયક, કાળ અને આકાશ) વિગતવાર વર્ણન અને કઈરીતે આ બ્રહ્માંડ, આ તત્વોની ભાગીદારીથી બનેલું છે અને જડતત્વનો સ્વભાવ, આત્માનાં ગુણધર્મ અને પર્યાયની ઊંડી સમજણ પાડવામાં આવી છે. “હું ચંદુલાલ છું” એ સંસારનું અને “હું શુધ્ધાત્મા છું” એ મુકિતનું કારણ છે.Aptavani-14 Part-3: આપ્તવાણી શ્રેણી-૧૪ ભાગ-૩
By Dada Bhagwan. 2016
આપ્તવાણી ૧૪, ભાગ ૩ માં પ્રકાશિત પ્રશ્નોત્તરી સત્સંગમાં પરમ પૂજ્ય દાદાશ્રી આત્મજ્ઞાનથી લઈને કેવળજ્ઞાન દશા સુધી પહોંચવા માટેની બધી સમજણ…
ખુલ્લી કરે છે. ખંડ ૧ માં આત્માના સ્વરૂપો રીઅલી, રીલેટીવલી, સંસાર વ્યવહારમાં દરેક રીતે, કર્મ બાંધતી વખતે, કર્મફળ ભોગવતી વખતે અને પોતે મૂળ સ્વરૂપે કોણ છે, એમ અસ્તિત્વના સ્વરૂપો જે જ્ઞાની પુરુષના શ્રીમુખે બોલાયા છે, એના વિગતવાર ફોડ પ્રાપ્ત થાય છે. પ્રતિષ્ઠિત આત્મા, વ્યવહાર આત્મા, પાવર ચેતન, મિશ્રચેતન, નિશ્ચેતન ચેતન અને મિકેનીકલ ચેતનની જ્ઞાનીની દ્રષ્ટિમાં જે યથાર્થ સમજણ છે તે શબ્દોના માધ્યમથી પરમ પૂજ્ય દાદાશ્રીની વાણી દ્વારા પ્રાપ્ત થાય છે. ખંડ ૨ માં જ્ઞાન સ્વરૂપની સમજણ, સ્વરૂપના અજ્ઞાનથી લઈને કેવળજ્ઞાન સુધીના પ્રકારો તેમજ જ્ઞાન-દર્શનના વિવિધ પ્રકારોની વિસ્તૃત સમજણ પ્રાપ્ત થાય છે. અજ્ઞાનમાં કુમતિ, કુશ્રુત, કુઅવધિ તથા જ્ઞાનમાં શ્રુતજ્ઞાન, મતિજ્ઞાન, અવધિજ્ઞાન, મન:પર્યવ જ્ઞાન અને કેવળ જ્ઞાન એમ પાંચ વિભાગ તેમજ દર્શનમાં ચક્ષુ દર્શન, અચક્ષુ દર્શન, અવધિ દર્શન અને કેવળ દર્શન વગેરેના આધ્યાત્મિક ફોડ પ્રાપ્ત થાય છે.Samaj thi Prapt Brahmacharya-Uttaradh: સમજથી પ્રાપ્ત બ્રહ્મચર્ય (ઉત્તરાર્ધ)
By Dada Bhagwan. 2016
દરેક મનુષ્ય પાસે પોતાના આત્માને ઓળખીને આત્યંતિક કલ્યાણ (મોક્ષ) પ્રાપ્ત કરવાની શક્તિ છે. પરંતુ, આ મોક્ષ માર્ગમાં વિષય સૌથી મોટું…
બાધક બની શકે છે. એકમાત્ર પ્રત્યક્ષ જ્ઞાની પુરુષ જ વિષય આકર્ષણ પાછળનું વિજ્ઞાન સમજાવીને તેમાંથી બહાર નીકળવામાં મદદ કરી શકે. પ્રસ્તુત પુસ્તકમાં જ્ઞાની પુરુષ, દાદાશ્રીએ મોક્ષમાર્ગમાં બ્રહ્મચર્યની અનિવાર્યતા (મહત્વતા).... અને પરિણીતો પણ તે કેવીરીતે પામી શકે (સિદ્ધ કરી શકે) તે દર્શાવ્યું છે. વિષયનું વૈરાગ્યમય સ્વરૂપ, તેનાં આ ભવનાં તેમજ આવતા ભવના જોખમો જ્ઞાની પુરુષે બતાડ્યા છે અને બ્રહ્મચર્યના ફાયદાઓ તેની વૈજ્ઞાનિક ચોકસાઈ (એક્ઝેક્ટનેસ) સાથે દેખાડ્યા છે. બ્રહ્મચર્યની ભૂલ વગરની સમજણ, વિષયબીજને નિર્મૂળ કરી જડમૂળથી ઉખેડવાની રીત મુમુક્ષુને (સુજ્ઞ વાચકને બ્રહ્મચર્યનાં પાલનાર્થે) આપવામાં આવી છે. ખંડ ૧ માં પૂજ્ય દાદાશ્રીએ પરિણીતોને અણહક્કનાં વિષયો સામે ચેતવ્યા છે,(મનથી કે વર્તનથી) તેમજ તેના જોખમો (પરિણામો) અને કેવીરીતે સૂક્ષ્માતિસૂક્ષ્મ આકર્ષણ/દ્રષ્ટિદોષ(અણહક્કનાં વિષયો) પણ આપણને મોક્ષમાર્ગમાંથી ચલિત કરી દેશે તે સમજાવ્યું છે. (ધક્કો મારી દેશે.) પરણેલાઓ માટે પોતાની પરણેલી એટલે કે હક્ક્ની સ્ત્રી સાથે સંપૂર્ણ વફાદારી (એકપત્ની વ્રત) એ બ્રહ્મચર્ય સમાન જ છે. પુસ્તકનાં ખંડ ૨ માં સર્વ સંયોગોથી અપ્રતિબદ્ધપણે વિચરતા, મહામુક્તદશા માણતા જ્ઞાની પુરુષે કેવું વિજ્ઞાન નિહાળ્યું !! તે આપણા માટે ખુલ્લું કર્યું છે. જગતનાં લોકોએ મીઠી માન્યતાથી વિષયમાં સુખ માણ્યું, તેઓની દ્રષ્ટિ કેવી રીતે ખીલવવાથી વિષય સંબંધી સર્વે અવળી માન્યતાઓ મૂકાય ને મહામુક્તદશાનું કારણ સ્વરૂપ એવાં ‘ભાવ બ્રહ્મચર્ય’ નાં વાસ્તવિક સ્વરૂપની સમજણ ઊંડાણે ફીટ થાય, વિષય મુકિત કાજે કરવાપણાની સર્વ ભ્રાંતિ તૂટે તેમજ જ્ઞાની પુરુષે પોતેSamaj thi Prapt Brahmacharya-Purvardh: સમજથી પ્રાપ્ત બ્રહ્મચર્ય (પૂર્વાર્ધ)
By Dada Bhagwan. 2016
દરેક મનુષ્ય પાસે પોતાના આત્માને ઓળખીને આત્યંતિક કલ્યાણ (મોક્ષ) પ્રાપ્ત કરવાની શક્તિ છે. પરંતુ, આ માર્ગમાં વિષય સૌથી મોટું બાધક…
કારણ બની શકે છે. એકમાત્ર પ્રત્યક્ષ જ્ઞાની પુરુષ જ વિષય આકર્ષણ પાછળનું વિજ્ઞાન સમજાવીને તેમાંથી બહાર નીકળવામાં મદદ કરી શકે. પ્રસ્તુત પુસ્તકમાં સંપૂજ્ય દાદાશ્રીએ વિજાતીય વ્યકિત પ્રત્યે અનુભવાતા આકર્ષણની ઈફેક્ટ અને કોઝીઝનું વર્ણન કર્યુ છે. તેમણે એ વર્ણન કર્યુ છે કે કેવીરીતે અબ્રહ્મચર્યનાં(વિષય-વિકારનાં) પરિણામો જોખમી છે - તે મન અને શરીરને કેવીરીતે અવળી અસર કરે છે અને કર્મ બંધન કરાવે છે. પ્રસ્તુત પુસ્તકનો ખંડ ૧ મૂળભૂત રીતે આકર્ષણ-વિકર્ષણનાં સિદ્ધાંતનું વર્ણન અને તે કેવીરીતે આત્માનુભવને અટકાવે છે અને બ્રહ્મચર્યનાં મહાત્મ્યની સમજણને સમર્પિત થયેલ છે. પ્રસ્તુત પુસ્તકના ખંડ ૨માં બ્રહ્મચર્ય પાળવાનાં નિશ્ચયી માટેનો સત્સંગ સંકલિત થયેલો છે. બ્રહ્મચર્યનાં પરિણામો જ્ઞાની શ્રીમુખે જાણવાથી તેના પ્રતિ આફરીન થયેલો સાધક તે પ્રતિ ડગ માંડવાની સહેજ હિંમત દાખવવા માંડે છે; ને જ્ઞાની પુરુષનો યોગ સાધી, સત્સંગ સાન્નિધ્ય પ્રાપ્ત થતાં, મન-વચન-કાયાથી અખંડ બ્રહ્મચર્યમાં રહેવાનો દ્રઢ નિશ્ચયી બને છે. બ્રહ્મચર્યના પથ પર પ્રયાણ કરવાને કાજે અને વિષયના વટવૃક્ષને જડમૂળથી ઉખાડીને નિર્મૂળ કરવાને કાજે એના માર્ગમાં વચ્ચે પથરાતા પથરાઓથી માંડીને પહાડસમ આવતાં વિઘ્નો સામે, નિશ્ચય ડગુમગુ થતાંથી માંડીને બ્રહ્મચર્યવ્રતમાંથી ચ્યુત થવા છતાં તેને જાગૃતિની સર્વોત્કૃષ્ટ શ્રેણીઓ સર કરાવી નિગ્રઁથતાને પમાડે ત્યાં સુધીની વિજ્ઞાન-દ્રષ્ટિ જ્ઞાની પુરુષ ખોલાવે છે, ખિલાવે છે !!! તો આ પુસ્તકનું વાંચન કરીએ અને શુદ્ધ બ્રહ્મચર્ય કેવીરીતે ઉપકારી છે (મદદરૂપ છે) તેની સમજણ પ્રાપ્ત કરીએ !Pratikraman (Granth): પ્રતિક્રમણ (ગ્રંથ)
By Dada Bhagwan. 2016
પોતાની ઈચ્છા ન હોવા છતાં દરેક મનુષ્ય ભૂલો કરે છે. લોકો પોતાની ભૂલોમાં સપડાય છે અને સતત ભોગવટામાં રહે છે.…
તેમને એનાથી મુક્ત થવાની, આંતરશાંતિ મેળવવાની, અને મુક્તિના રસ્તે આગળ વધવાની અંતરથી ઈચ્છા હોય છે. તીર્થંકરો અને જ્ઞાનીઓએ આ જગતને આવા દુઃખો માંથી છૂટવાનું એકમાત્ર સાધન (શસ્ત્ર) આપ્યું છે, અને તે સાધન (શસ્ત્ર) એટલે આલોચના, પ્રતિક્રમણ અને પ્રત્યાખ્યાન (આલોચના – પોતાની ભૂલોની કબુલાત કરવી; પ્રતિક્રમણ – ભૂલોની માફી માગવી; અને પ્રત્યાખ્યાન – ભૂલો ફરી નહિ કરવાનો દ્રઢ નિશ્ચય). અસંખ્ય લોકો એ આ સાધન (શસ્ત્ર)થી નફરત અને વેરભાવના વિશાળ વટવૃક્ષના મૂળ નો નાશ કરી મુક્તિરૂપી સંપતિ મેળવી છે. જ્ઞાની પુરુષ, દાદા ભગવાને પોતાની વાણી વડે પ્રતિક્રમણનું આ વિજ્ઞાન જેમ છે તેમ ખુલ્લું કર્યું છે. તેમના કહેલા શબ્દો આ અને બીજા ઘણા પુસ્તકો માં જોવા મળશે; સત્ય અને મુક્તિના આકાંક્ષી માટે આ શબ્દો અમુલ્ય પુરવાર થશે.Paisa No Vyavahar (Granth): પૈસાનો વ્યવહાર (ગ્રંથ)
By Dada Bhagwan. 2016
આપણા જીવનમાં પૈસાનું પોતાનું મહત્વ છે. જગત પૈસા અને મિલકતને એક સૌથી મહત્વની વસ્તુ માને છે. કંઈ પણ કરવા માટે…
પૈસો જરૂરી છે તેથી લોકોને પૈસા ઉપર વધારે પ્રેમ છે. તેથી જગતમાં ચારેબાજુ નૈતિક કે અનૈતિક રસ્તે વધારે પૈસો મેળવવા માટે લડાઈઓ થઇ રહી છે. પૈસા અને મિલકતની અસમાન વહેચણીને લીધે લોકો પરેશાન છે. આ ભયંકર કળિયુગમાં, પૈસાની બાબતમાં નૈતિક અને પ્રમાણિક રહેવું બહુ મુશ્કેલ છે. જ્ઞાની પુરુષ પરમ પૂજ્ય દાદાશ્રીએ જેવી જોઈ છે એવી પૈસાની દુનિયાને લગતા આ પુસ્તકમાં પરમ પૂજ્ય દાદાશ્રીએ પૈસો, દાન, અને પૈસાના ઉપયોગને લગતા પોતાના વિચારો રજુ કર્યા છે. તેમના જણાવ્યા પ્રમાણે પૈસો ગયા ભવના પુણ્યનું ફળ છે. જયારે તમે બીજાને મદદ કરો છો ત્યારે ધનસંપત્તિ તમારી પાસે આવે છે એ સિવાય નહિ. જેને બીજા સાથે વહેચવાની ઈચ્છા છે તેને ધનસંપત્તિ પ્રાપ્ત થાય છે. ચાર પ્રકાર ના દાન છે, અન્ન દાન, ઔષધ દાન, જ્ઞાન દાન અને અભય દાન. પૈસાના વિજ્ઞાનની અણસમજણને કારણે પૈસા માટેનો લોભ ઉભો થયો છે જેનાથી અવતાર પછી અવતાર થયા કરે છે. તેથી આ પુસ્તક વાંચો, સમજો અને પૈસા માટેના આધ્યાત્મિક વિચારો ગ્રહણ કરો.Maa-Baap Chhokra No Vyavahar (Granth): મા-બાપ છોકરાનો વ્યવહાર (ગ્રંથ)
By Dada Bhagwan. 2016
મા – બાપ અને છોકરા વચ્ચેનો સંબંધ એ પોતાના અસ્તિત્વની મૂળભૂત કડી છે. આપણા મહાન ભગવાનોને પણ મા – બાપ…
હતા જેમનો તેઓ આદર કરતા અને તેમને પૂજ્ય ગણતા. આજના જમાનામાં આ સંબંધ જટિલ થઇ રહ્યા છે. મા – બાપોને તેમના છોકરાઓ સામે ફરીયાદોની લાંબી યાદી છે, જેવી કે છોકરાઓ તેમની આજ્ઞા પાળતા નથી, મોડા ઉઠે છે, ભણતા નથી, તેમને ખોટી આદતો પડી છે, એકબીજા સાથે ઝગડે છે, વગેરે. છોકરાઓ મા – બાપની અપેક્ષાઓ પૂરી કરી શકતા નથી. તેવી જ રીતે છોકરાઓને લાગે છે કે મા – બાપ તેમને સમજવા માગતા નથી, વધારે પડતા કડક છે, વગેરે વગેરે. આ પુસ્તકમાં, જ્ઞાની પુરુષ પરમ પૂજ્ય દાદાશ્રીના, કુટુંબની અંદરના આ ઘનિષ્ટ સંબંધો વિષેના સત્સંગો આપવામાં આવ્યા છે. હાલની સમસ્યાઓને સંસારિક અને આધ્યાત્મિક દ્રષ્ટિકોણથી ચર્ચવામાં આવી છે. જૂની અને નવી પેઢી વચ્ચે વધતી તિરાડો ઉપર ખાસ ધ્યાન આપવામાં આવ્યું છે. મા – બાપની ફરજો અને બાળકો, તરુણો, કિશોરો, અને યુવાન વયસ્કોની તેમના મા – બાપ પ્રત્યેની ફરજો, સ્પષ્ટતા અને કરુણાથી સમજાવવામાં આવી છે. પરમ પૂજ્ય દાદાશ્રીએ પ્રેમ અને સ્નેહથી કેવી રીતે મા – બાપ છોકરાના આ સુંદર સંબંધમાં સુમેળ સાધી શકાય તે હેતુથી ‘હકારાત્મક બાલઉછેરનો પાયો નાખવામાં પહેલ કરી છે? આ પુસ્તકના બે વિભાગ પાડવામાં આવ્યા છે, પહેલાં વિભાગમાં પરમ પૂજ્ય દાદાશ્રીએ મા – બાપની છોકરાં સાથેની સમસ્યા અને તેના ઉકેલની ચર્ચા કરી છે. બીજા ભાગમાં છોકરાંને મા – બાપ સાથેના વ્યવહાર માં આવતી મુશ્કેલીઓની ચર્ચા કરી છે. આ પુસ્તક મા – બાપ અને છોકરાં વચ્ચે સુમેળ સાધી, સંબંધો ઉષ્માભર્યા બનાવવામાં ખુબ જ મદદરૂપ થશે.Aptavani-14 Part-5: આપ્તવાણી શ્રેણી-૧૪ ભાગ-૫
By Dada Bhagwan. 2016
આ આપ્તવાણીમાં આત્માના સ્વરૂપ વિશે સૈદ્ધાંતિક વાતોને સંકલન કરવાનો પ્રયાસ થયો છે. જેમાં કેવળજ્ઞાન સ્વરૂપ, ચૈતન્યઘન સ્વરૂપ, વિજ્ઞાન સ્વરૂપ, સચ્ચિદાનંદ…
સ્વરૂપ, પ્રકાશ સ્વરૂપ, અવ્યાબાધ સ્વરૂપ, ટંકોત્કીર્ણ, અરીસા જેવો, અનંત પ્રદેશી, અરૂપી-અમૂર્ત, સૂક્ષ્મતમ, સિદ્ધ ભગવાન, મોક્ષ આદિ અનેક ફોડ પાડ્યા છે.પરમ પૂજ્ય દાદાશ્રીએ સત્સંગમાં પ્રદાન કરેલી આવી વિવિધ સમજને યથાયોગ્ય સંકલન કરી આ પુસ્તકમાં પ્રકાશન કરવામાં આવેલ છે. જે મૂળ અવર્ણનીય,અવક્તવ્ય,નિઃશબ્દ એવા આત્મસ્વરૂપની સમાજ પામવા સહાયરૂપ બનશે.Vaani No Siddhant (Granth): વાણીનો સિધ્ધાંત(ગ્રંથ)
By Dada Bhagwan. 2016
સવારે જાગ્યા ત્યાંથી સૂતાં સુધી અવિરત વાણીનો વ્યવહાર દરેકને ચાલતો જ હોય છે ! અરે ઊંઘમાં ય કેટલાંક બબડતા હોય…
છે !!! વાણીનો વ્યવહાર બે રીતે પરિણમતો હોય છે. કડવો યા તો મીઠો ! ઘણી વખત, આપણાથી એવું બોલાઈ જાય છે જે આપણે ઈચ્છતા નહોતા અને પછી તેનો પસ્તાવો કરીએ છીએ. પ્રસ્તુત પુસ્તકમાં જ્ઞાની પુરુષ, દાદાશ્રીએ વાણીના સૂક્ષ્મમાં સૂક્ષ્મ અને સૈદ્ધાંતિક ફોડની જબરદસ્ત સમજણ આપી છે. દાદાશ્રી વાણીના સૂક્ષ્મમાં સૂક્ષ્મ સૈદ્ધાંતિક ફોડથી માંડીને દૈનિક વ્યવહાર જીવનમાં પતિ-પત્ની વચ્ચે, મા-બાપ છોકરાં વચ્ચે, નોકર- શેઠ વચ્ચે, જે વાણી વપરાય છે, તે કેવી સમ્યક્ પ્રકારે હોવી જોઈએ કે કોઈને દુઃખ ન થાય, તેના પ્રેક્ટીકલ દાખલાઓ આપી સુંદર સમાધાન કરાવે છે. સાથે સાથે દાદાશ્રી કોઈના તરફથી આવતી કડવી (કટુ) વાણી સામે સમતાથી કેવીરીતે વર્તવું તેનો ઉકેલ આપે છે. પ્રસ્તુત પુસ્તક વાચકને વાણીથી ઉત્પન્ન થતી અથડામણો અને એમાં કઈ રીતે સમાધાનકારી ઉકેલ લાવવાં? તેમ જ પોતાની કડવી વાણી, આઘાતી વાણી હોય, તો તેને કઈ સમજણે ફેરફાર કરવો? તેનું માર્ગદર્શન આપે છે. (પ્રસ્તુત પુસ્તકનું વાંચન) વાચક ઘર અને બહારનાં બધાં જ વ્યવહારોમાં (સંબંધોમાં) પોતે કેવીરીતે કલેશ રહિત બનવું તે શીખી શકે છે.Pati Patni No Divya Vyavahar (Granth): પતિ-પત્નીનો દિવ્ય વ્યવહાર (ગ્રંથ)
By Dada Bhagwan. 2016
આ કાળના પુરુષો અને સ્ત્રીઓમાં જન્મજાત સ્વભાવથી થતી સમસ્યાઓ ભરપૂર છે, જે મતભેદ, અથડામણ અને વાદવિવાદમાં પરિણમે છે. સતયુગમાં પુરુષો…
અને સ્ત્રીઓ વચ્ચે બહુ ઓછી સમસ્યાઓ હતી કારણ કે જન્મજાત સરળતાને કારણે તેઓ એકબીજા સાથે સહેલાઈથી એડજસ્ટ થઇ શકતા. અત્યારે કળિયુગમાં પુરુષો અને સ્ત્રીઓના વ્યક્તિગત સ્વભાવને કારણે હુંસાતુંસી થાય છે. પરણેલાઓને સતત એકબીજા સાથે મતભેદ થાય છે અને તેથી તેમને તેમના સહજીવનમાં સુમેળ લાગતો નથી. આ કળિયુગમાં સતત સંઘર્ષ અને તણાવ વચ્ચે પરણેલા કેવી રીતે સુમેળ અને સ્વતંત્રતા મેળવી શકે? આ પતિ – પત્ની નો દિવ્ય વ્યવહાર પુસ્તકમાં પરમ પૂજ્ય દાદાશ્રીએ પતિ અને પત્નીના વ્યવહારને લગતા દરેક જાતના પ્રશ્નોના જવાબ આપ્યા છે; જે તેમના સબંધની સમસ્યાઓ દૂર કરવામાં મદદરૂપ થાય છે; જેથી તેઓ સુખી લગ્ન જીવન જીવી શકે. પરમ પૂજ્ય દાદાશ્રી પણ પરણેલા હતા, પરંતુ તેમને તેમની પત્ની જોડે આખા જીવનમાં એકપણ મતભેદ થયો ન હતો. આધ્યાત્મિક જ્ઞાની પરમ પૂજ્ય દાદાશ્રીને આત્મજ્ઞાન થયા પછીના ત્રીસ વરસોમાં આ સંબંધે પૂછાયેલા હજારો પ્રશ્નોનો આ પુસ્તકમાં સમાવેશ કરવામાં આવ્યો છે. જેમને જીવન સુમેળથી જીવવું છે, પોતાના જીવનનો હેતુ શોધવો છે અને શુદ્ધ પ્રેમ મેળવવો છે એવા બધા પરણેલા જોડકાઓને આત્મોદ્ધારના પંથે ચડાવવામાં પરમ પૂજ્ય દાદાશ્રી નિમિત્ત બન્યા છે.Gnani Purursh 'Dada Bhagwan' Bhag-4: જ્ઞાની પુરુષ ‘દાદા ભગવાન’ ભાગ-૪
By Dada Bhagwan. 2016
‘જ્ઞાની પુરુષ’ શ્રેણીના આ ચોથા ગ્રંથમાં, પરમ પૂજ્ય દાદાશ્રીના જ્ઞાન પૂર્વેના વિવિધ જીવનપ્રસંગો આવરી લીધા છે. પરમ પૂજ્ય દાદાશ્રીના જીવનપ્રસંગો…
થકી એમના દરેક વ્યવહાર પાછળની આગવી સમજણ, એમની પ્રકૃતિના વિવિધ પાસાઓ તથા તેઓશ્રીનું ઉચ્ચ ઉપાદાન અહીં ખુલ્લું થાય. પરમ પૂજ્ય દાદાશ્રીનો નાનપણથી જ અપકાર કરનાર પરેય ઉપકાર કરવાનો સ્વભાવ, કોઈ દુઃખીને જોઈ જ ન શકે, એને હેલ્પ કરવા સર્વસ્વ હોડમાં મૂકી દે એવા હૃદયમાર્ગી! વળી શૌર્યતા, નીડરતા જેવા ગુણોને લીધે અતિમુશ્કેલ પરિસ્થિતિમાં પાછા ન પડે ને ઉકેલ લાવી નાખતા. ઘણા પ્રસંગોમાં અહંકાર અને માનના સૂક્ષ્મ પર્યાયોનું જે રીતે તેઓશ્રી વર્ણન કરે છે, તે જોતા જ્ઞાન થતા પૂર્વેનું એમનું ઊંચું ડેવલપમેન્ટ સ્પષ્ટ દેખાઈ આવે છે. નવીનતમ બોધકળાઓ, એમની વ્યવહારુકતા, વિપુલમતિ, અસામાન્ય કોઠાસૂઝ, વિચક્ષણ સમયસૂચકતા, બે વ્યક્તિ વચ્ચે વેલ્ડિંગ કરવાની અનોખી કળા ઈત્યાદિ વિશિષ્ટતાઓ રસપ્રદ પ્રસંગો દ્વારા અત્રે જાણવા મળે છે.Gnani Purursh 'Dada Bhagwan' Bhag-3: જ્ઞાની પુરુષ ‘દાદા ભગવાન’ ભાગ-૩
By Dada Bhagwan. 2016
પ્રસ્તુત ગ્રંથ જ્ઞાની પુરુષ ભાગ-3માં દરેક માણસોને એમના લેવલે જે જીવનમાં તકલીફો પડતી હોય, તેમાં આત્માના જ્ઞાનમાં રહી સમતાભાવે કર્મ…
પૂરા કરી શકે અને નવા કર્મ બંધાય નહીં, એવું કંઈક અનુભવજ્ઞાન અને સમજ આપવાની પરમ પૂજ્ય દાદાભગવાનની તીવ્ર ભાવનાની ઝાંખી થાય છે. તે ભાવનાના આધારે પોતે પૂર્વે બુદ્ધિના આશયમાં કંઈક એવું માગીને આવેલા હશે, કે એવો ધંધો જોઈએ છે કે જેમાં બધી જ જાતના સંસાર વ્યવહારના અનુભવો થાય કે જે સામાન્ય માણસ અનુભવતો હોય.તે એવો જ કન્ટ્રાક્ટનો નંગોડ ધંધો એમને ભેગો થયો.જેમાં મજૂરથી માંડી મોટા પ્રધાનો, પ્રેસિડન્ટો, કોન્ટ્રાક્ટરો, શેઠિયાઓ, એન્જિનિયરો, મોટા ઑફિસરો બધા જ ભેગા થાય.પોતે એ જ બધા વ્યવહારમાં જ્ઞાનપૂર્વક રહી, સાચી સમજણ ગોઠવી, કેવી રીતે સંસારવ્યવહાર પૂરો કરી અને અંદર પોતે વીતરાગતામાં રહી શક્યા, એનું વિવરણ જ્ઞાની પુરુષ ભાગ-૩ ગ્રંથમાં મળે છે! દાદાશ્રીના અંતર આશયના ફોડ, એમની આંતરિક દશાની સમજણ, સીમિત ન રહેતા સહુ કોઈને સુલભ થાય અને વાંચનારના હૃદય સુધી સ્પર્શી તે રૂપ થવાની શ્રેણીઓ ચઢાવે એવો નમ્ર પ્રયાસ અહીં કરવામાં આવ્યો છે.Aptavani-12 - (Uttarardh): આપ્તવાણી શ્રેણી - ૧૨ (ઉત્તરાર્ધ)
By Dada Bhagwan. 2016
જ્ઞાન (આત્મજ્ઞાન) મળ્યા પછી મહાત્માઓને નિરંતર પાંચ આજ્ઞામાં રહેવા સિવાય બીજું કંઈ જ કરવાનું રહેતું નથી. આ પાંચ આજ્ઞા જ્ઞાનવિધિ…
(આત્મજ્ઞાન પ્રાપ્તિની વિધિ) દ્વારા જ્ઞાન પામેલા મહાત્માઓ માટે જ છે. પાંચ આજ્ઞામાં એક્ઝેક્ટ રહે, તે ભગવાન મહાવીર જેવી દશાને પામે! આ પુસ્તક માં પરમ પૂજ્ય દાદાશ્રીનો પાંચ આજ્ઞાનાં અર્થ પરનો સત્સંગ, પાંચ આજ્ઞાનું અપાર અને સંપૂર્ણ મહત્વ, વ્યવહારિક કાર્યોનાં ડીસ્ચાર્જ વખતે કેવીરીતે આજ્ઞામાં રહેવું, રીયલ અને રીલેટીવ સંજોગોની સાથે કેવીરીતે વર્તવું, ફાઈલોનો સમભાવે નિકાલ કેવીરીતે કરવો, ભરેલા માલ અને કર્મોના ચાર્જ અને ડીસ્ચાર્જની સમજણ અને મોક્ષના તપ ની આવશ્યકતા અને બીજી ઘણી બાબતોનો સમાવેશ થયેલો છે.. આ પ્રકારની અમૂલ્ય સમજણ, આપણને મોક્ષમાર્ગ પર પ્રગતિ માટે ખૂબ જ ઉપયોગી નીવડશે.ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળ ધોરણ 8ના પાઠયપુસ્તકનું લેખનકાર્ય તથા સમીક્ષા નિષ્ણાત પ્રાધ્યાપકો અને શિક્ષકો પાસે કરાવવામાં આવ્યું છે અને…
સમીક્ષાકોનાં સૂચનો અનુસાર હસ્તપ્રતમાં યોગ્ય સુધારાવધારા કરવામાં આવ્યા છે. નવા અભ્યાસ ક્રમ મુજબ તૈયાર થયેલા આ પાઠયપુસ્તકના અધ્યાપનકાર્યમાં શિક્ષકોને સહાયરૂપ થાય તેવી સામગ્રીનો પણ આમાં સંક્ષેપમાં સમાવેશ કરવામાં આવ્યો છે. વાલીઓને પણ આ સામગ્રી ઉપયોગી થશે એવી આશા છે. વિદ્યાર્થી જે શીખે તે પાકું શીખે તેમજ તેઓ જે શીખ્યાં હોય તેનું દૃઢીકરણ થતું રહે તે માટે સ્વાધ્યાય-સામગ્રી પણ આ પાઠયપુસ્તકમાં આપવામાં આવી છે. આ કારણે વર્ગશિક્ષણ વિશેષ ફળદાયી. નીવડશે તેવી અપેક્ષા છે.Gnani Purursh 'Dada Bhagwan' Bhag-2: જ્ઞાની પુરુષ ‘દાદા ભગવાન’ ભાગ-૨
By Dada Bhagwan. 2016
પ્રસ્તુત ગ્રંથ જ્ઞાની પુરુષ ભાગ-૨ માં પરમ પૂજ્ય દાદા ભગવાનના હીરાબા સાથેના લગ્ન જીવન દરમિયાન એમની અદભુત વીતરાગ દશા સાથે…
આદર્શ વ્યવહારનો સંપૂર્ણ ચિતાર મળે છે. પરમ પૂજ્ય દાદાશ્રીને હીરાબાનો સંયોગ થયો ત્યારથી લઈને હીરાબાનો વિયોગ થયો ત્યાં સુધીના એમના ગૃહસ્થ જીવનની વાતોનું પરમ પૂજ્ય દાદાશ્રીના જ શબ્દોમાં પ્રસ્તુત ગ્રંથમાં સંકલન થયું છે. જેમાં આપણને એમનો આદર્શ વ્યવહાર, દરેક વ્યવહારમાં પોઝિટિવ દ્રષ્ટિ, એમની એડજસ્ટમેન્ટ લેવા નીકળાઓ, બોધ કળાઓ તેમજ એમની નિર્મોહી, મમતારહિત, દુઃખના પ્રસંગોમાં ભોગવટારહિત દશા અને છેવટની વીતરાગ દશા જાણવાને માણવા મળશે.એમની એક ફેર ભૂલ થયા બાદ એ પ્રસંગનું તારણ કાઢી ફરીએ ભૂલોમાંથી કાયમ માટે બહાર નીકળી જવાની દ્રષ્ટિ તેમજ સામાને સોટકા નિર્દોષ જ જોઈ અને પોતાના દોષો ખોળી કાઢી તેમાંથી મુક્ત થવાની એમની તમન્ના ખુલ્લી કરે છે. સમજણના સાંધા વડે મતભેદોથી મુક્ત થતા થતા હીરાબા સાથે સંપૂર્ણ મતભેદ વગરનું જીવન જીવ્યા, જેની આખી સફર આપણને અત્રે જાણવા મળશે. આ કાળના લોકોનું મહાન પુણ્ય જ ગણાય કે જ્ઞાનીપુરુષ નું ગૃહસ્થ જીવન જોવા મળ્યું.સઘળા એડજસ્ટમેન્ટ સાથે વ્યવહારમાં આદર્શપણાની ઉણપ કોઈ ખૂણે જણાતી નથી. પ્રસ્તુત ગ્રંથનું અધ્યયન આપણા વ્યવહારને આદર્શ બનાવી વિના અડચણે મોક્ષમાર્ગ પૂરો કરવામાં સહાયભૂત બની રહે એ જ અંતરની પ્રાર્થના.Gnani Purursh 'Dada Bhagwan' Bhag-1: જ્ઞાની પુરુષ ‘દાદા ભગવાન’ ભાગ-૧
By Dada Bhagwan. 2016
પ્રત્યેક કાળચક્રમાં ઘણા જ્ઞાનીઓતથા મહાન પુરુષો જન્મ લે છે. પરંતુ તેઓની આંતરિક જ્ઞાન દશાનું રહસ્ય હજુ અક્બંધ રહી જાય છે.…
પ્રસ્તુત ગ્રંથ “જ્ઞાની પુરુષ” માં પરમ પૂજ્ય દાદા ભગવાનના જ્ઞાન દશા પૂર્વેના વિવિધ પ્રસંગો તથા તેમના વિચક્ષણ જીવનશૈલી સમા અદ્ભુત દ્રશ્યોનુંતાદ્રશ્ય અહીં વિગતવાર જાણવા મળે છે. એક સામાન્ય માનવી હોવા છતા એમની મહીંસમાયેલી અસામાન્ય લાક્ષણિકતાઓ રૂપી ખજાનો છતો થાય છે. તેમના જીવનના માત્ર એક પ્રસંગમાંથી અદ્ભૂત અધ્યાત્મિક ફોડનું વિશ્વ દર્શન પ્રસ્તુત ગ્રંથ દ્વારા કરાવ્યું છે. જીવન વ્યવહારમાં સચોટ નિર્ણયશક્તિની સૂઝ તથા વ્યવહારીક સમજણની અટકણોના ફોડરૂપીઅનોખી સૂઝનો ભંડાર“જ્ઞાની પુરુષ” ગ્રંથ દ્વારાજગતને પ્રાપ્ત થશે. આ પવિત્ર ગ્રંથનું અધ્યયન કરી જ્ઞાની પુરુષના જીવન-દર્શનની અદ્ભૂત સફર કરવાની અમૂલ્ય તક ઝીલી લઈએ.ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળ ધોરણ-4 ના પાઠ્યપુસ્તકના અમલ પૂર્વે પાઠ્યપુસ્તક મંડળ અને GCERT ના નિષ્ણાતોની સંયુક્ત બેઠક બોલાવી, પુસ્તકની…
ચકાસણી કરવામાં આવી છે અને નિષ્ણાતો દ્વારા સૂચિત સુધારાઓને આમેજ કરી પુસ્તકને અંતિમ સ્વરૂપ આપવામાં આવ્યું છે. પ્રસ્તુત પાઠ્યપુસ્તકને ગુણવત્તાયુક્ત તથા બાળભોગ્ય બનાવવા માટે પૂરતી જહેમત ઉઠાવવામાં આવી છે.તેમ છતાં શિક્ષણમાં રસ ધરાવનાર વ્યક્તિઓ પાસેથી સૂચનો આવકાર્ય છે.તેનાં ચતુરંગી સ્વરૂપ દ્વારા બાળકો હોંશે – હોંશે તેનો ઉપયોગ કરે અને ભાષાની અધ્યયન નિષ્પત્તિઓ સાર્થક કરે તે લક્ષિત છે.આ પાઠ્યપુસ્તકમાં સમાવિષ્ટ અધ્યયનસામગ્રીનું પ્રદાન કરનાર સૌનો મંડળ આભાર વ્યક્ત કરે છે.