Service Alert
Delay in delivery of CDs
We are currently experiencing a delay with CD production. CDs are being sent and will be delivered as soon as possible. We apologize for the inconvenience.
We are currently experiencing a delay with CD production. CDs are being sent and will be delivered as soon as possible. We apologize for the inconvenience.
Showing 41 - 60 of 574 items
By Kakasaheb Kalelkar. 2004
પૂ. બાપુજી વિશે જે કાંઈ વાંચવાને મળે તે લોકોને આનંદદાયક હોય જ છે...આ સંસ્મરણોમાં પૂજ્ય બાપુના સંપૂર્ણ દર્શનની આશા વાચકો…
ન રાખે. પરંતુ એમના સમૃદ્ધ અને તેજસ્વી જીવનનાં કેટલાંક પાસાંઓનું યથાર્થ દર્શન એમને અહીં જરૂર થશે. ..આ પ્રસંગો મૂળે હિંદીમાં લખાયા હતા અને बापूकी झाँकियाँને નામે પ્રસિદ્ધ થયા હતા. એ ચોપડીનો આ ગુજરાતી અનુવાદ છે.By Shivanand Adhrvyu. 2017
By Jitendra Desai. 1962
માનવશરીરમાં દૈવી અને આસુરી વૃત્તિઓ વચ્ચે ચાલતા સંગ્રામને આત્મનિરીક્ષણ કરી શબ્દસ્થ કરવામાં આવે તો કદાચ એ નોંધ ડૉ. જેકિલની નોંધપોથી…
જેવી થાય. વાર્તાકારે ખૂબી કરી માનવશરીરમાં ચાલતા દૈવી અને આસુરી વૃત્તિના સંગ્રામને, એક જ વ્યક્તિનાં બે જુદાં સ્વરૂપ કલ્પી, પ્રગટ કરી બતાવ્યો છે, જ્યારે આપણે માનવસ્વરૂપે એ સંગ્રામ સતત અનુભવીએ છીએ. ક્યારેક આપણે દાનવને દબાવી દઈએ છીએ, ક્યારેક તે આપણને દબાવી દે છે. આ દાનવની જેમ દેવ પણ માનવશરીરમાં પડેલો છે. દૈવી વૃત્તિનો વિકાસ મનુષ્યને દેવની નજીક લઈ જાય છે. બધા દેવ ન થઈ શકે, દેવની નજીક પહોંચવાનું પણ કેટલાક માટે અશક્ય થઈ પડે; પણ દાનવને દબાવી રાખી, તેના પર વિજય મેળવવાનો સતત પ્રયત્ન તો સૌ કરી શકે. એ કાજે જ આ જીવન હોવું જોઈએ. અને તેમ પણ ન થાય તો એક કવિએ ગાયું છે તેમ, ‘હું માનવી માનવ થાઉં તો ઘણું’ એ સંકલ્પ તો હોવો જ જોઈએ. અસ્તુ.By Manubahen Gandhi. 1949
કુમારી મનુબહેન ગાંધીના, भावनगर समाचारમાં પ્રસિદ્ધ થયેલા આ ડઝનેક લેખો વાંચનારને પસંદ પડ્યા વિના રહેશે નહીં. બહેન મનુનો લેખ લખવાનો,…
હું ધારું છું કે, આ પહેલો જ પ્રયાસ છે. પૂ. બાપુજીના સ્વભાવ અને છેવટના કાર્ય પર એ સારો પ્રકાશ નાખે છે એ એનું મહત્ત્વ છે. 1946ના અંતમાં પોતે પૂ. બાપુજી જોડે નોઆખાલીમાં જોડાયાં ત્યારથી એણે ત્યાંની ડાયરી પણ રાખી છે. તેનો કેટલોક ભાગ शिक्षण अने साहित्यમાં ક્રમશ: આવે છે. નોઆખાલીનું મિશન શરૂ થયું ત્યારથી પૂ. બાપુજી સાથે એ જ એક કાયમનાં સાથી હતાં, એ કારણથી એની નોંધ બહુ મહત્ત્વની થશે, અને વાચક એ બહેનને આ લખવા માટે ધન્યવાદ આપ્યા વિના રહેશે નહીં. પૂજ્ય બાપુજી જાતે જ બહેન મનુની ‘મા’ બન્યા હતા. આથી પુસ્તકના નામનો ખુલાસો થશે.By M. K. Gandhi. 1945
By M K Gandhi. 2004
By Shri Maganlal Pandya. 2017
By Pradhyuman B Sastri. 2017
By M. K. Gandhi. 1930
By M. K. Gandhi. 1949
રામનામ વિશેની શ્રદ્ધાનું બીજ ગાંધીજીના અંતરમાં રોપનાર તેમની દાઈ રંભા હતી. એ વિશેનો ઉલ્લેખ ગાંધીજીએ પોતે ‘આત્મકથા’માં કર્યો છે. બચપણમાં…
અંતરમાં રોપાયેલું એ બીજ ગાંધીજીની સાધનાનાં વર્ષો દરમિયાન ઉત્તરોત્તર વિકસતું ગયું. આધ્યાત્મિક, માનસિક અને શારીરિક, ત્રણે પ્રકારની મુશ્કેલીઓમાં રામનામ માણસનો સૌથી મોટો આધાર બને છે એવી શ્રદ્ધા ગાંધીજીએ પોતાનાં લખાણોમાં વારંવાર વ્યક્ત કરી છે. છેવટનાં વર્ષોમાં નિસર્ગોપચારનું કામ માથે લીધા બાદ તેમણે ઘણી વાર લખ્યું છે કે શરીરના વ્યાધિઓને શમાવવાનો રામબાણ કુદરતી ઇલાજ રામનામ છે.By Gandhiji. 1945
By Mohan Madhikar. 1996
1996ના ‘સેવાદિન’ (1લી સપ્ટેમ્બર: જુગતરામભાઈનો જન્મદિન) નિમિત્તે જુગતરામભાઈ દવેનાં વીણેલાં કાવ્યોનું પુસ્તક પ્રગટ કરવાનું ઠરાવેલું. પાંચેક વર્ષ પૂર્વે—એમના જન્મશતાબ્દી વર્ષે…
એમનાં વેરાયેલાં કાવ્યો સંશોધન કરી મેં એકત્રિત કર્યાં હતાં. તેમાંથી શ્રી ભીખુભાઈ વ્યાસ, શ્રી હર્ષકાન્તભાઈ વોરા તથા શ્રી ગભરુભાઈ ભડિયાદરા સાથે મળી અમે કાળના પ્રવાહમાં વિલીન થતાં બચાવી લેવા યોગ્ય, પોતાના પગ પર ઊભાં રહી શકે તેવાં તથા કવિના નોખા નોખા મિજાજનું દર્શન કરાવતાં કાવ્યો અહીં લીધાં છે. પસંદગીના કાર્યમાં વ્યક્તિગત રસ-રુચિ, ગમા-અણગમા ભાગ ભજવી શકે છે. કંઈક ઉદારતા દાખવી આટલાં કાવ્ય-પુષ્પો ચૂંટ્યાં છે.By M. K. Gandhi. 1945
આપણા રાષ્ટ્રીય જીવનમાં જ્યારે નિરાશાની ઘોર નિશાનું સામ્રાજ્ય ફેલાયું હતું તે સમયે જે વ્રતોએ રાષ્ટ્રીય જીવનમાં આશા, આત્મવિશ્વાસ, સ્ફૂતિર્ અને…
ધામિર્ક્તાનું વાતાવરણ ઉત્પન્ન કર્યું તે વ્રતોએ જ આખરે એક નવી સંસ્કૃતિનું મંગળપ્રભાત શરૂ કર્યુ એમ આપણે માનીએ તો તેમાં જરા સરખી પણ અતિશયોક્તિ છે ખરી? - આપણા રાષ્ટ્રીય જીવનમાં જ્યારે નિરાશાની ઘોર નિશાનું સામ્રાજ્ય ફેલાયું હતું તે સમયે જે વ્રતોએ રાષ્ટ્રીય જીવનમાં આશા, આત્મવિશ્વાસ, સ્ફૂતિર્ અને ધામિર્ક્તાનું વાતાવરણ ઉત્પન્ન કર્યું તે વ્રતોએ જ આખરે એક નવી સંસ્કૃતિનું મંગળપ્રભાત શરૂ કર્યુ એમ આપણે માનીએ તો તેમાં જરા સરખી પણ અતિશયોક્તિ છે ખરી?By Mahatma Gandhi. 1930
ગાંધીજીના જીવન-વિચાર પર ગીતાજીનો એક અનોખો પ્રભાવ જોવા મળે છે. તદુપરાંત ગીતા વિષે ગાંધીજીના વિવેચનો અને મંતવ્યો અન્ય ધાર્મિક અનુવાદો…
કરતાં નોખા તારી આવે છે. રોજબરોજના પત્રો અને ભાષણોમાં આપેલ દ્રષ્ટાંતો ઉપરાંત સંપૂર્ણ અધ્યયન-અનુવાદ-ટીકા જે બરાબર દાંડીકૂચના દિવસે પ્રકાશિત થયો તેને ગાંધીજીએ અનાસક્તિયોગ નામ આપ્યું. આ પુસ્તક તે અનાસક્તિયોગમાં ગાંધીજીની મૂળ ઈચ્છાના આધારે તેમના અવસાન પછી મહાદેવભાઈના અંગ્રેજી અનુવાદ, કિશોરભાઇ મશરૂવાળાના સૂચનો, શ્રી વિનોબાજીની ગીતાઈ અને ગાંધીજી સાથેની અગાઉની ચર્ચાના ઉમેરા સાથે કાકાસાહેબ કાલેલકરનું સંપાદન છે જેમાં ગાંધીજી ના વિચાર સ્પષ્ટ પ્રગટ થાય છે.By Kanaiyalal Ramanuj. 1979
આ પુસ્તકમાં પ્રાણીજગતનાં થોડાં પ્રાણીઓની સુરેખ આપવા મેં પ્રયત્ન કર્યો છે. હું કોઈ પ્રાણીનિષ્ણાત નથી. જે ક્ષતિઓ હોય તે અત્યારે…
વાચકો ક્ષમય ગણશે. ગુજરાતી સાહિત્યમાં આવું પ્રથમ પુસ્તક હોઈ, વાચક વર્ગ આવકારશે તેવી મને ખાતરી છે. - કનૈયાલાલ રામાનુજBy Mahatma Gandhi. 1957
પોતાના જીવનનાં પુખ્તમાં પુખ્ત ગણાય એવાં ત્રીસ વરસના ગાળા દરમ્યાન વિવિધ પ્રસંગોએ ગાંધીજીને પોતાના હૃદયમાંથી સચોટ રીતે બોલતા અગર લખતા…
આ પુસ્તકમાં વાચક જોશે. અનેક મોટી મોટી સિદ્ધિઓ મેળવનાર એક આધુનિક જમાનાના પુરુષે ઈશ્વર તેમ જ ધર્મના વિષયમાં જે કંઈ વિચાર્યું તે બધું આજના કપરા કાળમાં ભણેલાંગણેલાં સ્ત્રીપુરુષોને પોતાની કેળવણીને માટે ઉપયોગી થયા વિના નહીં રહે... આપણા રાષ્ટ્રપિતા કેવા પ્રકારના પુરુષવિશેષ હતા તે સમજવા માગનારે આ પુસ્તક વાંચવું જાઈએ. આપણાં શાસ્ત્રોમાં અથવા બીજા ધર્મગ્રંથોમાં નવ હોય એવું ધર્મ વિશેનું કંઈ પણ શીકવાની કોઈને ઈચ્છા ન હોય એમ બને. પણ જેમને ચાહતા હતા અને આપણું રાષ્ટ્ર જેમનું ઋણી છે એવા અને વિરલ મહાપુરુષના માનસના એક પાસાનું આપણને અહીં દર્શન થાય છે.By R. M. Lala. 2005
માણસનું મન અમે શરીર સંયુક્ત રીતે કોઈ પણ પ્રકારના ગંભીર રોગની નકારાત્મક અસરનો પ્રતિકાર કરવાની પ્રચંડ શક્તિ ધરાવે છે. શ્રી…
લાલાનું આ પુસ્તક, મન અને શરીર ના સમન્વયના આવા અમુલ્ય ફાળાને શારીરિક તનાવ સમયે આપણે પણ અજમાવી શકીએ એ વાતની આપણને પ્રતીતિ કરાવે છે. જેઓ શારીરિક વેદના સહન કરી રહ્યા છે તેમને અને તેમના કુટુંબીજનોને આ પુસ્તક, જેની તેમને ખૂબ જરૂર છે તેવા વિશ્વાસ, શાતા અને રાહત આપશે એની મને ખાતરી છે.By Kakasaheb Kalelkar. 2003
આ ચોપડી વાંચીને મારા બાળમિત્રોને આનંદ થાય તો મને પૂરતો સંતોષ છે. પણ મારી અપેક્ષા એ છે કે બાળવાચકો જેમ…
જેમ આ પ્રકરણો વાંચતાં જાય તેમ તેમ પોતાના જીવનમાંના આવા જ અથવા બીજા રસિક પ્રસંગો યાદ કરીને લખતા જાય અને શિક્ષકોની સહેજસાજ મદદ લઈને માસિકોમાં છાપવા માટે મોકલતા જાય. આપણે ત્યાં બાળકો માટે લખેલું સાહિત્ય વધતું જાય છે, બાળકોએ જાતે લખેલું સાહિત્ય હજી પ્રગટ થતું નથી.By Nilam Parikh. 2013
આ પુસ્તકનું નામ ‘ગાંધીજીના સહસાધકો’ એવું રાખ્યું છે. એમાં બે અર્થ અભિપ્રેત છે. પહેલું એ કે ગાંધીજીનું જીવન એ એક…
સાધના હતું. એ તો નિર્વિવાદ છે. આના સમર્થનમાં ગાંધીજીનાં લખાણોમાંથી ઘણાં પ્રમાણો મળી રહે છે. બીજું, આશ્રમજીવન એ એમની જીવનસાધનાનું અનોખું સાધન હતું.By Mukulbhai Kalarthi. 1960
સરદારશ્રીના વ્યક્તિત્વનું સાચું દર્શન કરવું હોય તો એમની એ અનુભવપૂત વાણીમાં વ્યક્ત થતા જીવનપ્રેરક સત્યનો પરિચય કરવો જ રહ્યો. આ…
દૃષ્ટિને લક્ષમાં રાખીને પ્રસ્તુત પુસ્તિકામાં એ અનુભવ-વાણીને તારવીને સમયના ક્રમ અનુસાર ગોઠવીને આપવા નમ્ર પ્રયત્ન કર્યો છે.