Service Alert
Website maintenance April 24 10pm ET
On Wednesday April 24 at 10pm ET the CELA website will be unavailable for about 15 minutes for planned maintenance.
On Wednesday April 24 at 10pm ET the CELA website will be unavailable for about 15 minutes for planned maintenance.
Showing 241 - 260 of 550 items
By Dada Bhagwan. 2016
ઘણા લોકોને મૃત્યુનો ભય હોય છે. મૃત્યુ લોકોને મૂંઝવે છે અને તેઓ દુઃખમાં ડૂબી જાય છે. દરેક જણને પોતાના જીવન…
દરમ્યાન ક્યારેક મૃત્યુના સાક્ષી બનવું પડે છે. આવા સમયે મૃત્યુના ખરા સ્વરૂપ વિષે સેંકડો સવાલો વ્યક્તિના મનમાં ઉભા થાય છે. જયારે તેને તેના કોઈ જવાબ નથી મળતા ત્યારે તે વ્યાકુળ બની જાય છે. મૃત્યુ શું છે? મૃત્યુની પ્રક્રીયામાં શું થાય છે? મૃત્યુ પછી શું થાય છે? મૃત્યુના અનુભવ વિષે કોણ કહી શકે? મૃત્યુ પામેલા પોતાનો અનુભવ કહી નથી શકતા. જેનો જન્મ થાય છે તેને પોતાના પૂર્વઅસ્તિત્વની ખબર નથી. જન્મ પહેલાં અને મૃત્યુ પછી શું થાય છે તે કોઈ જાણતું નથી. શું પુનર્જન્મ સત્ય છે? આત્માની માન્યતામાં શ્રદ્ધા વિના પુનર્જન્મનો આધાર શું? પરમ પૂજ્ય દાદાશ્રીએ તેમના જ્ઞાન (આત્મજ્ઞાન) થકી મૃત્યુ વિષેના તમામ રહસ્યો જેમ છે તેમ ખુલ્લા કર્યા છે. પુનર્જન્મ, જન્મ અને મૃત્યુનું ચક્ર, કર્મોનું બંધન તેઓ વૈજ્ઞાનિક રીતે સમજાવે છે અને આ કર્મોના બંધન તોડી મુક્તિ મેળવવાની અંતિમ ગુરૂ કિલ્લી પણ આપણને આપે છે. જયારે તમે આત્માનું સ્વરૂપ સમજશો, ત્યારે બધા કોયડા ઉકલી જશે. પહેલાં આત્માનો સાક્ષાત્કાર કરો પછી બધા કોયડા ઉકલી જશે. જીવન અને મૃત્યુના તમામ રહસ્યોના ખુલાસા થવાથી જન્મ અને મૃત્યુથી મુક્ત સ્થિતિએ પહોંચી શકાય છે. આ પુસ્તિકામાં આવી હકીકતો જોવામાં આવશે અને તેથી વાચકને સંસારિક અને આધ્યાત્મિક બાબતોમાં લાભ થશે.By Dada Bhagwan. 2016
દરેક માનવ, જીવન જીવે છે પરંતુ તેનામાં માનવતા કેટલી છે? જન્મ, ભણતર, નોકરી, લગ્ન, છોકરાઓ, કુટુંબ, અને અંતે મૃત્યુ! શું…
આ રીતે જીવન ચક્ર ચાલવા નું છે? આવા જીવનનો અંતિમ ધ્યેય શો છે? શા માટે આપણે જન્મ લેવો પડે છે? આપણને શું જોઈએ છે? મનુષ્યનું શરીર આપણને મળ્યું છે... તેણે મનુષ્યની ફરજો બજાવવાની છે. જીવનમાં માનવતા હોવી જોઈએ. પરંતુ માનવતા એટલે શું? જ્ઞાની પુરુષ પરમ પૂજ્ય દાદાશ્રી માનવતાની વ્યાખ્યા આપતા કહે છે કે જયારે કોઈ તમને દુઃખ આપે, તકલીફ આપે છે ત્યારે તમને તે ગમતું નથી, તેથી, તમારે પણ કોઈને દુઃખ આપવું ન જોઈએ. તેમના કહેવા પ્રમાણે એ જ સૌથી મોટી માનવતા છે. જે કોઈ આ સમજશે અને જીવનમાં ઉતારશે એનો અર્થ કે એ માનવતા શું છે તે જાણે છે. મનુષ્યભવ મળ્યો એટલે ચારે ગતિમાંથી કોઈ પણ ગતિમાં જઇ શકે છે. એક મનુષ્ય ગતિ છે અને બીજી ત્રણ - જાનવર ગતિ, દેવ ગતિ અને નરક ગતિ. જેવા કૉઝ હશે તેવા ફળ મળશે. જો આપણે માનવતા બતાવીશું, તો આપણને આવતા જન્મમાં માનવ શરીર મળશે. જો આપણે અમાનવ થઈશું તો આવતો જન્મ પશુના શરીરમાં મળશે, જો આપણે ખુબ જ ખરાબ અને અમાનવીય થઈશું તો આવતો જન્મ નરક ગતિમાં થશે. જો આપણે આપણું જીવન બીજાના ભલા માટે અને કોઈ અપેક્ષા વગર મદદ કરવામાં ગાળીશું તો આપણને દેવગતિ મળશે. જો લોકો માનવતા સમજશે તો માનવ ભવ સાર્થક કરશે એવા ઉમદા હેતુ સાથે પરમ પૂજ્ય દાદાશ્રીએ આ પુસ્તકમાં માનવતાની ચર્ચા કરી છે.By Dada Bhagwan. 2016
આજનાં અતિ આધુનિક અને વૈજ્ઞાનિક કાળમાં પણ લોકો કંઈક ચમત્કાર થશે તેવી ભ્રાંતિમાં રાચે છે. તેઓ કોઈક અલૌકિક ઘટનાઓ ઘટવાની…
રાહ જુએ છે. ભારત જેવા દેશમાં જ્યાં મોટા ભાગની પ્રજા ચમત્કારોમાં માને છે, તે ઘણી અંધશ્રદ્ધાઓ, ભ્રાંતિ અને ભયને જન્માવે છે. જે દેશની પ્રજા ચમત્કારોને માનતી, રાચતી ને પૂજતી થાય તે દેશના આધ્યાત્મનું પતન ક્યાં જઈ ને અટકશે તેની કલ્પના જ થાય તેમ નથી. ચમત્કાર કહેવો કોને ?સામાન્ય માણસની બુદ્ધિથી ના સમજાય તેવી બહારની ક્રિયા થઈ તે ચમત્કાર ? પણ તેમાં બુદ્ધિની સમજની સાપેક્ષતા માણસે માણસે ભિન્ન હોય. એકની બુદ્ધિમાં ના સમાય તો બીજાની બુદ્ધિમાં સમાય. બુદ્ધિની સીમા ય દરેકની ભિન્ન ભિન્ન જ ને ! ચમત્કાર પરનું પ્રસ્તુત પુસ્તક - શું આવા ચમત્કારોનું આપણા જીવનમાં ખરેખર કોઈ મહત્વ છે? ચમત્કારનો સહારો લઈને અંતે આપણને મળ્યું શું? તેનાં પર પ્રકાશ પાડે છે. જ્ઞાની પુરુષ દાદાશ્રીએ ચમત્કારની યથાર્થ ‘ડેફીનેશન’(વ્યાખ્યા), સિદ્ધિ અને ચમત્કાર વચ્ચેનો તફાવત, ચમત્કારમાં માન્યતા અને ધર્મ વચ્ચેનો સંબંધ, શું ચમત્કાર ખરેખર આપણું કંઈક સારું કરે છે કે તે માત્ર એક કલ્પના જ છે ? શું ચમત્કારો આપણા જીવન અને ધર્મને અસર કરે છે ? શું તે આપણા જીવનને સારું કે ખરાબ બનાવી શકે? શું આપણે ચમત્કારો કરીને ભગવાનને રાજી કરી શકીએ? વગેરે તે સર્વ બાબતો સમજાવી છે. દાદાશ્રી વાચકને મોક્ષમાર્ગ તરફ વાળે છે, જ્યાં (કહેવાતા)ચમત્કારનું કોઈ જ સ્થાન નથી, કારણકે આત્મા આ બધાથી પર છે. પ્રસ્તુત પુસ્તક સુજ્ઞ વાચકને ચમત્કારનો ખરો મતલબ ખોળવામાં અને આધ્યાત્મના સાચા માર્ગ પર ચાલવામાં સહાયક થશે.By Dada Bhagwan. 2016
ધર્મ અને ધાર્મિક ક્રિયામાં ઊંડા ઉતરેલા હોવા છતાંપણ આપણી વર્તણુંકમાં કેમ તેનું પ્રતિબિંબ પડતું નથી? શું તમે તેનાથી નાસીપાસ થયેલા…
અને મૂંઝાયેલા નથી? આની પાછળનું કારણ શું છે? પરમ પૂજ્ય દાદાશ્રીએ આવી મુંઝવણની પાછળના રહસ્યની ચોખવટ કરી છે. તેઓ કહે છે, બધું આચરણ અને વર્તણુંક એ ગયા અવતાર માં સેવેલા કારણોનાં ફળરૂપે છે. તે પરિણામ છે. ભાવ શબ્દ એ ઊંડા અંતરના હેતુ માટે છે, તે દેખાતો નથી. આ ભાવ એટલે કારણ. પરિણામ કોઈ બદલી ના શકે. જો કારણ બદલાશે તો પરીણામ બદલાશે. પરમ પૂજ્ય દાદાશ્રીએ બધા શાસ્ત્રો નો સાર કાઢીને આપણને નવ કલમો રૂપે આપ્યો છે. આ નવ કલમો એ પાયાના સ્તરેથી ભાવ બદલવા માટેની ચાવીઓ છે. શાસ્ત્રોના ઊંડા અભ્યાસ પછી પણ ભાવમાં આવો બદલાવ નહિ આવે. હજારો લોકોએ આ કલમોના સરળ સંદેશથી ફાયદો મેળવ્યો છે. આ નવ કલમો બોલ્યા કરવાથી, અંદરના નવા કારણ સંપૂર્ણપણે બદલાય છે અને પોતે આજ જીવનમાં આંતર શાંતિ મેળવે છે. તે પોતાનાં જીવન માંથી બધી નકારાત્મકતા ધોઈ નાખશે. આ બધા ધર્મ નો સાર છે. મુક્તિ નો પંથ - આધ્યાત્મિક પ્રગતિ પછી સરળ થશે.By Dada Bhagwan. 2016
મોક્ષનો રસ્તો બધા માટે ખુલ્લો છે. તેને શોધવાની જરૂર છે. ‘જેને છૂટવું છે તેને કોઈ બાંધી શકતું નથી અને જેને…
બંધાવું છે તેને કોઈ છોડાવી શકતું નથી’.—પરમ પૂજ્ય દાદાશ્રી પોતે શેનાથી બંધાયો છે? પોતે અજ્ઞાનથી બંધાયો છે અને જ્ઞાન ( આત્મજ્ઞાન )થી મુક્તિ મેળવી શકે છે. બધા બંધનોનું મૂળ કારણ અજ્ઞાન છે. આ પુસ્તકમાં પરમ પૂજ્ય દાદાશ્રીના આધ્યાત્મિક વિચારો વૈજ્ઞાનિક દ્રષ્ટિએ, સાદી અને સરળ રીતે ચર્ચવામાં આવ્યા છે. તેમણે આ જગતની વાસ્તવિકતા, સાંસારિક મોહ અને તેના પરિણામો, ધર્મના પ્રકાર (રીયલ અને રીલેટીવ ધર્મો ), તપના પ્રકાર ( આંતર અને બાહ્ય તપ ), યોગના પ્રકાર (જ્ઞાન અને અજ્ઞાન યોગ ), સંજોગોના પ્રકાર ( સ્થૂળ અને સુક્ષ્મ ), મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકારના કાર્યોની ચર્ચા કરી છે. પરમ પૂજ્ય દાદાશ્રીનું આવું જ્ઞાન વાચકને અજ્ઞાન દૂર કરી, મુક્તિના પંથે આગળ વધવામાં મદદ કરશે. આ જ્ઞાનનું પુસ્તક એ કોઈ ધર્મનું પુસ્તક નથી; એ વ્યવહારુ આધ્યાત્મ વિજ્ઞાનનું પુસ્તક છે. તે આધ્યાત્મ ઇચ્છુક(મુમુક્ષુઓ), દાર્શનિકો, વિચારકો, અને ખરેખરા શોધકને અત્યંત ઉપયોગી છે.By Dada Bhagwan. 2016
જગત કોણે બનાવ્યું? શું આ જગત તમારા માટે એક કોયડો છે? આ બધું કેમ ચાલે છે તેનું તમને આશ્ચર્ય થાય…
છે? આપણો આત્મા કેમ અનંત કાળથી ભટક્યા કરે છે? કર્તા કોણ છે? ધર્મ શું છે? મુક્તિ શું છે? ધર્મ કરતાં અધ્યાત્મ કઈ રીતે અલગ છે? શુદ્ધાત્મા શું છે? મન, વચન અને કાયાના કાર્યો શા છે? સંસારી સંબંધો કેવીરીતે સાચવવા? પ્રારબ્ધ અને પુરુષાર્થના ફરકને કેવીરીતે ઓળખાવો? અહંકાર શું છે? ક્રોધ, માન, માયા, લોભનું કારણ શું છે? જેને મુક્તિ વિષે જિજ્ઞાસા છે, અથવા જેને મુક્તિ જોઈએ છે તેને જીવનમાં આવા ઘણા બધા સવાલો અને કોયડાઓ હશે. આત્માનું જ્ઞાન એ, બધાનો અંતિમ ધ્યેય છે. આત્માના જ્ઞાન વિના મુક્તિ નથી. આ જ્ઞાન જ્ઞાનીના હ્રદયમાં છે. પરમ પૂજ્ય દાદાશ્રીના હ્રદય માંથી સીધા આવેલા આ જ્ઞાનનું અને જુદા જુદા કોયડાઓના જવાબોનું આ પુસ્તકમાં સંકલન કરવામાં આવ્યું છે. જ્ઞાનનું આ પવિત્ર પુસ્તક મુખ્યત્વે જેમનું વૈજ્ઞાનિક મન છે, જેઓ સંસારિક જીવનના ભોગવટાથી મુક્ત આત્માની શાંતિનું શરણું શોધે છે, તેમને માટે છે.By Dada Bhagwan. 2016
પ્રસ્તુત પુસ્તકોના સેટમાં પરમ પૂજ્ય ‘દાદા ભગવાન’ના શ્રીમુખેથી વહેલ આત્મવિજ્ઞાનને સૂત્રમાં સંકલિત કરવામાં આવ્યું છે. પ્રત્યેક સૂત્ર સ્વતંત્ર તેમજ અનુસંધાનયુક્ત…
છે. એક એક સૂત્ર સામાન્ય સમજથી ઠેઠ કેવળ જ્ઞાનમાં સંપૂર્ણ સર્વાંગ ફોડ આપનારા તેમજ વ્યવહારના પ્રશ્નોથી માંડીને ગુહ્યતમમાં ગુહ્યતમ તત્વોનાં રહસ્યોનું અનાવરણ કરનારાં છે. આપ્ત એટલે શું? સંસારમાં ને ઠેઠ મોક્ષે જતાં સુધી સર્વ રીતે વિશ્વાસ કરવા યોગ્ય ! સંસારમાં આપ્ત કોઈ પુણ્યશાળીને પ્રાપ્ત થાય, કિંતુ મોક્ષમાર્ગમાં આપ્તપુરુષની પ્રાપ્તિ અતિ અતિ વિકટ છે. આપ્તપુરુષ જેને પ્રાપ્ત થાય એ મહા મહા ભાગ્યશાળી ! સૂત્ર એટલે શું? પૂજ્ય દાદાશ્રી સમજાવે છે : ‘સો મણ સૂતરમાં એક વાલ સોનું ગૂંથીએ ને પછી પાછું તેમાંથી શુદ્ધ સોનું કાઢવું તે.’ જે કેવળ મોક્ષના જ કામી છે એવા મુમુક્ષુઓ, ‘આપ્તસૂત્ર’ના આરાધનથી સમકિતના દ્વાર સુધી જઈ શકે તેમ છે ! સાધનાનાં સર્વે સોપાનોનું થર્મોમીટર પ્રસ્તુત ગ્રંથમાં છે. અજ્ઞાન દશાથી માંડીને ઠેઠ આત્માનું કેવળ જ્ઞાનસ્વરૂપ સુધીનાં – અજ્ઞાનીની દશા, સ્વરૂપજ્ઞાન પ્રાપ્તિ પછી મહાત્માઓની દશા, સંપૂર્ણ જ્ઞાનીની દશાને કેવળ જ્ઞાનીની દશાનાં વર્ણન પૂજ્ય દાદાશ્રીએ અત્યંત સરળ ભાષામાં સમજાવ્યાં છે. સાધકને પ્રત્યેક પળે એ પથદર્શક છે. વિશ્વના સૂક્ષ્મતમ છ તત્વોના સ્વભાવ, ગુણ, અવસ્થાઓનું, તેમજ સંસાર પરિભ્રમણના કાર્ય-કારણની સંકલના ઈ.ઈ. નો ફોડ અતિ અતિ સરળ ભાષામાં જ્ઞાની પુરુષે પ્રગટ કર્યો છે ! આશા છે કે જિજ્ઞાસુ-મુમુક્ષુઓ તેમજ તત્વચિંતકોને મોક્ષમાર્ગ પ્રકાશિત થવામાં માર્ગદર્શક બની રહે !By Dada Bhagwan. 2016
પ્રસ્તુત પુસ્તકોના સેટમાં પરમ પૂજ્ય ‘દાદા ભગવાન’ના શ્રીમુખેથી વહેલ આત્મવિજ્ઞાનને સૂત્રમાં સંકલિત કરવામાં આવ્યું છે. પ્રત્યેક સૂત્ર સ્વતંત્ર તેમજ અનુસંધાનયુક્ત…
છે. એક એક સૂત્ર સામાન્ય સમજથી ઠેઠ કેવળ જ્ઞાનમાં સંપૂર્ણ સર્વાંગ ફોડ આપનારા તેમજ વ્યવહારના પ્રશ્નોથી માંડીને ગુહ્યતમમાં ગુહ્યતમ તત્વોનાં રહસ્યોનું અનાવરણ કરનારાં છે. આપ્ત એટલે શું? સંસારમાં ને ઠેઠ મોક્ષે જતાં સુધી સર્વ રીતે વિશ્વાસ કરવા યોગ્ય ! સંસારમાં આપ્ત કોઈ પુણ્યશાળીને પ્રાપ્ત થાય, કિંતુ મોક્ષમાર્ગમાં આપ્તપુરુષની પ્રાપ્તિ અતિ અતિ વિકટ છે. આપ્તપુરુષ જેને પ્રાપ્ત થાય એ મહા મહા ભાગ્યશાળી ! સૂત્ર એટલે શું? પૂજ્ય દાદાશ્રી સમજાવે છે : ‘સો મણ સૂતરમાં એક વાલ સોનું ગૂંથીએ ને પછી પાછું તેમાંથી શુદ્ધ સોનું કાઢવું તે.’ જે કેવળ મોક્ષના જ કામી છે એવા મુમુક્ષુઓ, ‘આપ્તસૂત્ર’ના આરાધનથી સમકિતના દ્વાર સુધી જઈ શકે તેમ છે ! સાધનાનાં સર્વે સોપાનોનું થર્મોમીટર પ્રસ્તુત ગ્રંથમાં છે. અજ્ઞાન દશાથી માંડીને ઠેઠ આત્માનું કેવળ જ્ઞાનસ્વરૂપ સુધીનાં – અજ્ઞાનીની દશા, સ્વરૂપજ્ઞાન પ્રાપ્તિ પછી મહાત્માઓની દશા, સંપૂર્ણ જ્ઞાનીની દશાને કેવળ જ્ઞાનીની દશાનાં વર્ણન પૂજ્ય દાદાશ્રીએ અત્યંત સરળ ભાષામાં સમજાવ્યાં છે. સાધકને પ્રત્યેક પળે એ પથદર્શક છે. વિશ્વના સૂક્ષ્મતમ છ તત્વોના સ્વભાવ, ગુણ, અવસ્થાઓનું, તેમજ સંસાર પરિભ્રમણના કાર્ય-કારણની સંકલના ઈ.ઈ. નો ફોડ અતિ અતિ સરળ ભાષામાં જ્ઞાની પુરુષે પ્રગટ કર્યો છે ! આશા છે કે જિજ્ઞાસુ-મુમુક્ષુઓ તેમજ તત્વચિંતકોને મોક્ષમાર્ગ પ્રકાશિત થવામાં માર્ગદર્શક બની રહે !By Dada Bhagwan. 2016
લોકોને જીવનમાં સંખ્યાબંધ ધ્યેયો અને મહત્વાકાંક્ષાઓ હોય છે. છતાંપણ, આપણામાંના મોટા ભાગના લોકો “ હું કોણ છું ?” સવાલનો જવાબ…
આપવામાં અસમર્થ છે. અનંતકાળથી લોકો જીવનમાં ભૌતિક ચીજો પાછળ પડેલા છે. છતાંપણ, એક ખરા જ્ઞાની પુરુષ આત્મસાક્ષાત્કારનો ખરો રસ્તો બતાવશે અને સંસારિક બંધનોથી મુક્ત થવામાં મદદ કરશે. આ પુસ્તકમાં, પરમ પૂજ્ય દાદાશ્રીએ આત્મા અને તેના ગુણધર્મો અને (આત્માના) પોતાના જ્ઞાન, દર્શન, શક્તિ, સુખ શું છે? સ્વસત્તા (બહારના સંજોગો પર આધારિત ન હોય) પરસત્તા ( બહારના સંજોગો પર આધારિત ) સ્વપરિણામ (રીલેટીવ સ્વરૂપના જ્ઞાતા દ્રષ્ટા ) અને પરપરિણામ (પોતાને કર્તા જાણીને), વ્યવહાર આત્મા અને નિશ્ચય આત્મા અને બીજા ઘણા મુદ્દાઓ પર ચર્ચા કરી છે. પુસ્તકના બીજા ભાગમાં, પરમ પૂજ્ય દાદાશ્રીએ અથડામણ વગર જીવન કેમ જીવવું, રાઇટ બિલીફથી કઈ રીતે દુઃખ નથી રહેતું, અને કુટુંબને લગતા મુદ્દાઓ, જેવા કે છોકરાઓ સાથેનો વ્યવહાર, સામાને સુધારવા કરતાં જાતે સુધરવું, એડજસ્ટમેન્ટ લેવા, રીલેટીવ બાબતમાં ઉપલક રહેવું, કુટુંબના સભ્યોને જુદા જુદા વ્યક્તિઓ સાથે, મહેમાનો સાથે, ઉપરીઓ સાથે, સંબંધોમાં સ્વાભાવિકતા રાખવી વગેરે માટે ચાવીઓ આપી છે. આ પુસ્તકનું વાંચન આપણા જીવનમાં પરમ આનંદ અને શાંતિ મેળવવામાં ઘણું ઉપયોગી થશે.By Dada Bhagwan. 2016
તમે આત્મા છો, અને આત્મા આખા વિશ્વનો પ્રકાશક છે. આત્મા તરીકે ‘પોતા’નામાં અનંત શક્તિ છે. અને છતાંપણ, બધી નિસહાયતા, દુઃખ,…
દર્દ, અસલામતી, ‘પોતે’ અનુભવે છે. આ કેટલું વિરોધાભાસી છે! એનું શું કારણ છે? ‘પોતાને’ ‘પોતાના’ સ્વરૂપ, શક્તિ, સત્તાનું ભાન નથી. એકવાર ‘પોતે’ જાગૃત થશ, તો આખા બ્રહ્માંડની માલિકીનું ભાન થશે. સામાન્ય રીતે જગત જેને જાગૃત કહે છે,તેને જ્ઞાનીઓ ઉંધે છે એમ કહે છે. આખું જગત ભાવ નિદ્રામાં પડ્યું છે. આ ભવમાં અને હવે પછીના ભવમાં શું ફાયદાકારક છે અને શું નુકશાનકારક છે તેની અજાગૃતિ; ક્રોધ, અહંકાર, કપટ, લોભ, મતભેદ, ચિંતા આ બધા ભાવ નિદ્રાને કારણે, સતત થયા કરે છે. “ હું જાગૃત છું” એ જાગૃતિ ફક્ત જડની છે. આત્મા તેનાથી સંપૂર્ણ જુદો છે. જે આત્માનું વિજ્ઞાન જાણે છે તે ભવચક્રથી મુક્ત થાય છે (જીવનમુક્ત). આ પ્રકાશનમાં પરમ પૂજ્ય દાદાશ્રીએ આત્મા જાગૃત કેમ કરવો, ધ્યાન, નિયતિ અને મુક્તિ, ધિક્કાર અને તિરસ્કાર, આત્માનો સંસારી ધર્મ, મુક્તિનો ધ્યેય, કર્મનું વિજ્ઞાન વગેરે વિષે પોતાનું જ્ઞાન ખુલ્લું કર્યું છે. જેઓ આત્માનો ખરો અર્થ શોધી રહ્યા છે તેમને આવું વાંચન જાગૃતિ વધારી અને મુક્તિના માર્ગે આગળ લઇ જશે.By Dada Bhagwan. 2016
પ્રસ્તુત ગ્રંથ આપ્તવાણી ૭માં પરમ પૂજ્ય દાદાશ્રીની જીવનવ્યવહાર સંબંધી વાતચીત અને પ્રશ્નોત્તરી રૂપી વાણી નું સંકલન કરવામાં આવ્યું છે. જ્ઞાની…
પુરુષ જીવનના સામાન્યમાં સામાન્ય પ્રસંગોને પણ અસાધારણ દ્રષ્ટિ અને સમજણથી જુએ છે. આવા પ્રસંગો સુજ્ઞ વાચકને જીવનવ્યવહારમાં એક નવી જ દ્રષ્ટિ અને નવી જ વિચારશ્રેણી આપે છે. જે મુદ્દાઓ પર અહીં વર્ણન કરેલ છે તેમાંના કેટલાક આપણને વિચલિત કરી દે છે જેવા કે- જંજાળી જીવનમાં જાગૃતિ, લક્ષ્મીનું ચિંતવન , ગૂંચવાડામાં કેવીરીતે શાંતિપૂર્ણ રીતે રહી શકાય?, ટાળો કંટાળો, ચિંતાથી મુક્તિ, ભય પર કેવીરીતે વિજય મેળવવો?, કઢાપો-અજંપો, ફરિયાદો, જીવનની અંતિમ પળોમાં શું બને છે?, ક્રોધ કષાય, અતિ ગંભીર બિમારીમાં કેવીરીતે સમતા રાખવી?, પાપ-પુણ્યની પરિભાષા, ધંધા/ઓફીસમાં રોજબરોજની સમસ્યાઓનો અને આવી બીજી ઘણી જીવનમાં આવતી મુશ્કેલીઓનો કેવીરીતે નિકાલ કરવો. પ્રસ્તુત ગ્રંથમાં પ્રગટ જ્ઞાની પુરુષની એ હૃદયસ્પર્શી વાણીનું સંકલન કરવામાં આવ્યું છે કે જેમાં આવાં થોડાક પ્રસંગોને વિગતવાર પ્રકાશિત કરવામાં આવ્યા છે, જેથી પ્રત્યેક સુજ્ઞ વાચકને પોતાના જીવન વ્યવહારમાં એક નવી જ દ્રષ્ટિ, નવાં જ દર્શનની (સમજણ ની)તેમજ વિચારક દશાની નવી જ કડીઓ ખુલ્લી થવામાં મદદરૂપ થાય તેવો અંતર-આશય છે.By Dada Bhagwan. 2016
જીવનના સામાન્યમાં સામાન્ય પ્રસંગોમાં કષાયો સૂક્ષ્મપણે કઈ રીતે કાર્ય કરી જાય છે, તેનો વિસ્ફોટ જો કોઈએ આ કળિકાળમાં કર્યો હોય…
તો એ એક આ 'અક્રમ વિજ્ઞાની' પરમકૃપાળુશ્રી દાદાશ્રીએ ! એમના થકી પ્રકટ થયેલા 'અક્રમ વિજ્ઞાન'માં આત્મા, અનાત્મા, આત્મા-અનાત્મા સંબંધિત જ્ઞાન તેમજ વિશ્વકર્તા, જગતનિયંતા જેવા જેવા ગુહ્ય વિજ્ઞાનોનું પ્રાકટ્ય તો છે જ, કિંતુ પ્રસ્તુત ગ્રંથમાં સર્વગ્રાહ્ય તેમ જ પ્રત્યક્ષ જીવનમાં અનુભવગમ્ય બની રહે તેવું ગુપ્ત વ્યવહાર-જ્ઞાન પ્રકાશમાન થાય તે લક્ષ લક્ષિત થયું છે. વાત્સલ્યમૂર્તિ પૂ. દાદાશ્રીની વાણી પ્રવચન, વ્યાખ્યાન કે ઉપદેશાત્મકપણે વહેતી નથી. જિજ્ઞાસુ, મુમુક્ષુ કે વિચારકોનાં હ્રદયમાંથી વાસ્તવિક જીવનપ્રશ્નોના સ્ફુરણનું સર્વ રીતે સમાધાનયુક્ત નીકળ તી 'ટેપ'માંનું 'વિજ્ઞાન' છે ! આપણામાંના મોટા ભાગનાં લોકો હમેશાં એક સમસ્યા નો સામનો કરી રહ્યા છે; જેમાં એકબાજુ સાંસારિક વ્યવહારમાં દરેક ક્ષણે બહારના પ્રશ્નો ઉભા હોય છે અને બીજીબાજુ આંતરિક સંઘર્ષો માં સપડાયેલા હોઈએ છીએ અને તે એકલે હાથે હલ કરવાના હોય છે. આપણે જોઈએ છીએ કે ક્યારેક આપણી વાણીએ પ્રશ્નો ઉભા કર્યા હોય છે, અથવા આપણને કોઈએ કશું કહ્યું તેથી આપણે દુઃખી થઈએ છીએ અથવા આપણે બીજાનું બુરું વિચારીએ છીએ અથવા આપણને લાગે છે કે આપણી સાથે અન્યાય થયો છે અથવા આપણે પોતે અંદરથી શાંતિ નથી અનુભવતા. સંસારિક જીવન નો વ્યવહાર એ સમસ્યાઓનું સંગ્રહસ્થાન છે. એક સમસ્યાનો નિવેડો આવે કે પાછળ બીજી ઉભી થાય છે. શા માટે આપણને આવી સમસ્યાઓનો સામનો કરવો પડે છે? શા માટે આપણે અનંત જન્મો થી ભટક્યા કરીએ છીએ? અટકણના કારણે! હકીકતમાં, પોતાની પાસે આત્મા નો પરમઆનંદ તો હતો જ, પરંતુ પોતે દૈહિક સુખોની અટકણમાં ડૂબી ગયો હતો. આ અટકણ જ્ઞાનીપુરુષની કૃપા થી અને ત્યારબાદ પોતાના પરાક્રમ થી તૂટી શકે. એક વBy Dada Bhagwan. 2016
મોક્ષમાર્ગ એટલે મુકિતનો માર્ગ, સંસારી બંધનોથી મુક્ત થવાનો માર્ગ. પરંતુ આ માર્ગમાં આપણને આત્યંતિક મુકિત થવામાં, મોક્ષે જતાં કોણ રોકે…
છે? મુકિતનાં સાધન માનીને સાધક જે જે કરે છે, એનાથી એને મુક્તિ અનુભવમાં આવતી નથી. કેટ કેટલાં સાધન કર્યા પછી પણ એનું બંધન તૂટતું નથી. એમાં કઈ ભૂલ રહી જાય છે? મોક્ષ માર્ગનાં બાધક-કારણો કયા ક્યા છે? જગતમાં લોકો જે દોષોથી બંધાયેલા છે એવા દોષો, તેમની દ્રષ્ટિમાં આવી શક્તા નથી. તેથી લોકો નિરંતર એવા પ્રકારના દોષોથી બંધાઈને, તે દોષોને પોષણ આપીને મોક્ષમાર્ગથી વિમુખ જ રહ્યા છે. પૂર્વેના જ્ઞાનીઓ કહી ગયા છે કે ક્રોધ-માન-માયા-લોભ, એનાથી બંધન છે. એ દોષો સંપૂર્ણપણે ખલાસ થયે મુકિત થાય. બધા દોષો ક્રોધ-માન-માયા-લોભમાં સમાય છે, પણ વ્યવહારમાં દોષો કેવા સ્વરૂપે ઉધાડા પડતા હોય છે, અને કેવા સ્વરૂપે થયા કરતા હોય છે? એ તો, જ્ઞાની પુરુષ ફોડ પાડે ત્યારે જ સમજાય. પ્રસ્તુત ગ્રંથમાં પ્રગટ જ્ઞાનાત્મસ્વરૂપ સંપૂજ્ય દાદાશ્રીની વાણીમાંથી પ્રગટ થયેલા મોક્ષમાર્ગના બાધક કારણોની સુંદર તલસ્પર્શી હૃદયભેદી છણાવટ મોક્ષમાર્ગીઓની સમક્ષ થઈ છે તે અત્રે સંકલિત થાય છે, જે સાધકને પ્રત્યેક પગથિયે પડવામાંથી ઉગારનારું નીવડશે.By Dada Bhagwan. 2016
પ્રસ્તુત ગ્રંથમાં પ્રગટ પ્રત્યક્ષ અક્રમવિજ્ઞાનનાં જ્ઞાની પુરુષ કે જેઓ પરમ પૂજ્ય દાદાશ્રી તરીકે ઓળખાય છે તેમનાં સ્વમુખેથી વહેલું આત્મતત્વ, તેમ…
જ અન્ય તત્વો સંબંધી વાસ્તવિક દર્શન ખુલ્લું થાય છે. લોકોને ઘણાં પ્રશ્નો સતાવે છે જેવા કે, ‘હું કોણ છું?, જાણવું કઈ રીતે?’ ‘પોતાના સ્વરૂપની ઓળખાણ કેવી રીતે મેળવી શકું?’, ‘ આત્મ સાક્ષાત્કાર કઈ રીતે પામવો?’ જન્મ-મરણ શું છે? કર્મ શું છે? આત્માના અસ્તિત્વની આશંકાથી માંડીને આત્મા શું હશે, કેવો હશે? શું કરતો હશે? જેવા સેંકડો પ્રશ્નોનાં વૈજ્ઞાનિક સમાધાન પરમ પૂજ્ય દાદાશ્રીએ અત્રે અગોપ્યાં છે. તમામ શાસ્ત્રોનો, સાધકોનો, સાધનાઓનો સાર એક જ છે કે પોતાના આત્માનું ભાન, જ્ઞાન કરી લેવું. ‘મૂળ આત્મા’, તો શુધ્ધ જ છે માત્ર ‘પોતાને’ જે રોંગ ‘બિલિફ’ બેસી ગઈ છે તે પ્રગટ ‘જ્ઞાની પુરુષ’ પાસે આંટી ઊકલી જાય છે. જે કોટી ભવે ન થાય તે ‘જ્ઞાની’ પાસેથી અંતઃમુહૂર્તમાં પ્રાપ્ત થાય તેમ છે ! આખા ગ્રંથનું સંકલન બે વિભાગમાં વિભાજિત થાય છે. પૂર્વાર્ધમાં પરમ પૂજ્ય દાદાશ્રીએ આત્માનું સ્વરૂપ, જ્યારે ઉત્તરાર્ધમાં આત્મ સાક્ષાત્કાર કઈ રીતે પામવો, તે મોક્ષમાર્ગ ખુલ્લો કર્યો છેપ્રસ્તુત સંકલન આત્મા અને મુકિતનાં શોધક મુમુક્ષુઓ માટે આત્માસંબંધી વાસ્તવિક સમજણ આપીને મોક્ષમાર્ગ ના દરવાજા ખુલ્લાં કરે છે.By Dada Bhagwan. 2016
પ્રસ્તુત આપ્તવાણી શ્રેણી ૧૦ માં પરમ પૂજ્ય દાદાશ્રીનાં અંતઃકરણના – મન-બુધ્ધિ-ચિત્ત-અહંકાર ચારેય ભાગનું વિવરણ અને ગુણધર્મ સંબંધી સત્સંગનો સમાવેશ થાય…
છે. તે શેનું બનેલું છે? તેની ઉત્ક્રાંતિ(ડેવલપમેન્ટ) કેવી રીતે થાય છે? જાનવરોમાં, દેવગતિમાં, મનુષ્યોમાં તેમજ નાના બાળકમાં, નાના જીવોમાં અંતઃકરણનું સ્વરૂપ શું છે, કેવું છે તે સમગ્ર ફોડ જીજ્ઞાસુ-મુમુક્ષુઓને જ્ઞાનવાણી દ્વારા સાંપડે છે. અજ્ઞાન દશામાં અંતઃકરણમાં તાદાત્મ્યપણું વર્તે છે, જ્યારે આત્મસાક્ષાત્કાર પછી અંતઃકરણથી, અને એની પ્રત્યેક અવસ્થા થી મુક્ત દશા માં રહી શકાય છે. આપ્તવાણી શ્રેણી ૧૦ ઉત્તરાર્ધમાં પરમ પૂજ્ય દાદાશ્રી બુધ્ધિ, સૂઝ અને અહંકાર, તેમના સ્વભાવ અને કાર્યો વિષેનું વિજ્ઞાન ખુલ્લું કરે છે. ઘણીવાર આપણે અનુભવીએ છીએ કે આપણી બુધ્ધિ કેટલાંક નિર્ણયો લેવામાં ટેકો આપવાનાં બદલે ડખોડખલ કરે છે. આપણું ચિત્ત આપણી સ્થિરતા ડગાવે છે અથવા આપણે જોઈતી હોય તે વસ્તુઓને દેખાડે છે. આપણું ચિત્ત વ્યકિતઓનાં/સ્થળોનાં માનસિક ફોટોગ્રાફ પાડે છે. આપણો અહંકાર આત્માનુભવ અટકાવે છે અને તે માન અને કીર્તિ માટે ઝંખે છે. પોઝીટીવ કે નેગેટીવ અહંકાર, બંને કામ કરતા હોઈ શકે. પરમ પૂજ્ય દાદાશ્રીએ બુધ્ધિ-ચિત્ત-અહંકારના કાર્યોનું વિજ્ઞાન અને આ વિજ્ઞાનની સમજ કેટલી જરૂરી છે તે ખુલ્લું કર્યું છે; જેથી આ અંતઃકરણથી છૂટા રહી શકાય અને તેનાં પરિણામે આત્મા મુકિત પ્રાપ્ત કરી શકે.By Dada Bhagwan. 2016
પ્રસ્તુત આપ્તવાણી શ્રેણી ૧૦ માં પરમ પૂજ્ય દાદાશ્રીનાં અંતઃકરણના – મન-બુધ્ધિ-ચિત્ત-અહંકાર ચારેય ભાગનું વિવરણ અને ગુણધર્મ સંબંધી સત્સંગનો સમાવેશ થાય…
છે. તે શેનું બનેલું છે? તેની ઉત્ક્રાંતિ(ડેવલપમેન્ટ) કેવી રીતે થાય છે? જાનવરોમાં, દેવગતિમાં, મનુષ્યોમાં તેમજ નાના બાળકમાં, નાના જીવોમાં અંતઃકરણનું સ્વરૂપ શું છે, કેવું છે તે સમગ્ર ફોડ જીજ્ઞાસુ-મુમુક્ષુઓને જ્ઞાનવાણી દ્વારા સાંપડે છે. અજ્ઞાન દશામાં અંતઃકરણમાં તાદાત્મ્યપણું વર્તે છે, જ્યારે જ્ઞાન પછી (આત્મસાક્ષાતકાર પછી) અંતઃકરણથી અને એની પ્રત્યેક અવસ્થા થી મુક્ત દશામાં રહી શકાય છે. આપ્તવાણી શ્રેણી ૧૦ પૂર્વાર્ધમાં પરમ પૂજ્ય દાદાશ્રીએ મન ના કાર્યો અને સ્વભાવનાં વિવરણ સ્વરૂપે ફોડ પાડેલ છે. આપણા મનમાં ઉભા થતાં અસંખ્ય વિચારોનું કારણ શું છે? જ્યારે આપણે વિચારોને કંટ્રોલ કરવા જઈએ છીએ ત્યારે શું થાય છે? આપણે ઘણીવાર અનુભવીએ છીએ કે જાતજાતનાં વિચારો આપણને હેરાન કરે છે અથવા આડાઅવળા વિચારો ઉત્પન્ન થાય છે. પરમ પૂજ્ય દાદાશ્રીએ જે વિજ્ઞાન ના પાયા પર મન કાર્ય મનથી જુદાપણું રહે જેના પરિણામે આત્મા મુકિત પ્રાપ્ત કરી શકે.By Dada Bhagwan. 2016
જગતની વાસ્ત્વિકતાઓ જાણવા જીવ જ્યારથી જન્મ્યો ત્યારથી ઝઝૂમ્યા કરે છે પણ તે જડતું જ નથી. વાસ્ત્વિકતા નાં પાયામાં ‘હું કોણ…
છું’ અને ‘કોણ કરે છે આ બધું’ એ પ્રશ્નો છે. જ્ઞાની પુરુષ પરમ પૂજ્ય દાદાશ્રીએ પ્રસ્તુત ગ્રંથમાં ‘કોણ કરે છે અને આ જગત કેવી રીતે ચાલે છે !’ તેના વિશેનું રહસ્ય અગોપિત કર્યું છે. જગત “વ્યવસ્થિત શક્તિ” ના સિધ્ધાંતથી ચાલે છે. આત્મવિજ્ઞાન ને સમજવા માટે ‘વ્યવસ્થિત શક્તિ’વીરીતે કામ કરે છે તે સમજવું અત્યંત મહત્વનું બની જાય છે. વ્યવસ્થિત શક્તિ એટલે સાયન્ટિફિક સરકમસ્ટેન્શિયલ એવિડન્સ, કેટલાંય બધાં સંયોગો ભેગા થઈને પછી જે આવે તે પરિણામ ! પરમ પૂજ્ય દાદાશ્રીએ ખરો કર્તા કોણ છે, વ્યવસ્થિત શક્તિ શું છે, આ શકિતનો રોલ શું છે, કેવીરીતે આપણા કર્મોની ચોક્કસ ઈફેક્ટ આવે છે. આવું શા માટે બન્યું તેનાં વાસ્તવિક ફોડ પડ્યા છે. આ સમજણ સાથે, કશુંક અવળું બન્યું તો ન તો આપણે કોઈ પર આરોપ મૂકીશું અથવા કંઈક સવળું બન્યું તો ન તો સ્વાર્થી બનીને તેનો ગર્વરસ લઈશું. આ સમજણ આપણા જીવનમાં શાંતિ અને સમતા રાખશે.By Dada Bhagwan. 2016
પ્રસ્તુત પુસ્તકમાં આત્માનાં ગુણોધર્મો ને અગોપિત (ખુલ્લાં) કરવામાં આવ્યા છે અને એ કારણોની પણ ઓળખાણ પાડવામાં આવી છે કે જેનાં…
કારણે આપણે આત્માનુભવ કરવામાં અસમર્થ રહ્યા છીએ. પુસ્તક બે ભાગમાં વિભાજીત કરવામાં આવ્યું છે. આ પહેલાં ભાગ માં બ્રહ્માંડનાં છ અવિનાશી તત્વોનું વર્ણન, વિ`શેષભાવ (“હું”) અને અહંકારની ઉત્પત્તિનાં કારણોનાં ફોડ પાડ્યા છે. આત્મા તેના મૂળ સ્વભાવમાં રહીને, સંયોગોના દબાણ અને અજ્ઞાનતાનાં લીધે એક અલગજ અસ્તિત્વ (“હું”) ઉભું થાય છે. “હું” એ ફર્સ્ટ લેવલનું અને “અહમ” એ સેકન્ડ લેવલનું અલગ અસ્તિત્વ છે. રોંગ બિલિફો જેવી કે, “હું ચંદુલાલ છું”, “હું કર્તા છું” ઊભી થાય છે અને પરિણામે ક્રોધ, માન, માયા અને લોભ આવી રોંગ બિલિફોમાંથી ઊભાં થયા. “હું ચંદુલાલ છું” આ બિલિફ બધાજ દુઃખોનું મૂળ છે. એકવાર આ બિલિફ જતી રહે તો પછી કોઈપણ દુ:ખ રહેતું નથી.By Dada Bhagwan. 2016
બધા જ શાસ્ત્રો, બધા જ આધ્યાત્મિક સત્સંગો અને આધ્યાત્મિક ક્રિયાઓનો એક જ અને સમાન સાર છે અને તે ‘આત્માનું જ્ઞાન…
અને જાગૃતિ’ પ્રાપ્ત કરવી તે છે. ‘પોતે’ શુધ્ધ છે, પરંતુ પોતાને ‘હું કોણ છે?’ તેની રોંગ બિલિફ છે. ‘હું ચંદુલાલ છું’ ની આ રોંગ બિલિફે પ્રકૃતિને ઊભી કરી છે. પ્રસ્તુત પુસ્તકમાં પરમ પૂજ્ય દાદાશ્રીની જુદાં જુદાં પાસા પર જેવા કે પ્રજ્ઞા, રાગ-દ્વેષ, ગમો-અણગમો, વીતરાગતા, જ્ઞાન-અજ્ઞાન, દર્શન અને આવા અનેક આત્મજ્ઞાન સંબંધી પાસાઓની વાતો (સત્સંગ)પ્રકાશિત થયેલ છે. આ પુસ્તક પ્રકૃતિ અને આત્મા નાં સાયન્સ બાબતમાં જાગૃત કરનાર છે.By Dada Bhagwan. 2016
અક્રમ વિજ્ઞાની પરમ પૂજ્ય દાદાશ્રીએ ઠેર ઠેર મહાત્માઓની વ્યવહારની મૂંઝવણો, આજ્ઞામાં રહેવાની મુશ્કેલીઓ તેમજ સૂક્ષ્મ જાગૃતિમાં કઈ રીતે રહેવું તેના…
ખુલાસાઓ કરેલા છે. જાગૃતિમાં ‘હું ચંદુલાલ છું’(વાચકે પોતાનું નામ વાપરવું) ની માન્યતામાંથી ‘હું શુધ્ધાત્મા જ છું’, ‘અકર્તા જ છું’, ‘કેવળ જ્ઞાતા-દ્રષ્ટા જ છું’. બીજું બધું આગલા ભવમાં ‘ચાર્જ’ કરેલું, તેનું ‘ડિસ્ચાર્જ’ જ છે. ભરેલો માલ જ નીકળે છે, એમાં નવા ‘કૉઝીઝ’ (કારણો) કોઈ સંજોગોમાં ઉત્પન્ન થતાં જ નથી, માત્ર ‘ઇફેક્ટોને’(અસરોને) જ તમે ‘જુઓ’ છો વગેરે વાતોનો સમાવેશ થાય છે. આ પુસ્તકમાં દાદાશ્રીની હૃદયસ્પર્શી વાણી સંકલિત કરેલ છે; જેમાં તેમણે જાગૃતિમાં રહેવાની જુદી જુદી રીતોનું વર્ણન કરેલ છે, જે આત્મકલ્યાણ માટે સૌથી મહત્વનું છે. જાગૃતિ પ્રાપ્ત કરવા અને જાળવી રાખવા માટે પરમ પૂજ્ય દાદાશ્રીએ પોતાની જાત સાથે જુદાંપણાનું, જાત જોડે વાતચીતનાં પ્રયોગથી કેવી રીતે ‘જ્ઞાતા-દ્રષ્ટા’ રહેવું, કેવી રીતે કર્મનાં ચાર્જ અને ડીસ્ચાર્જનાં સિધ્ધાંતને સમજીને વાપરવું વગેરેનું.. દર્શન ખુલ્લું કર્યું છે. તો આત્મજાગૃતિ વધારવાં માટે આ પુસ્તક વાંચો જે છેવટે આપણને મોક્ષ તરફ દોરી જશે.